મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવની આગેવાની હેઠળની કૅબિનેટે ગઈ કાલે રાજ્યમાં ધાર્મિક સ્થળોએ દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ કૅબિનેટની બેઠક ખરગોન જિલ્લાના માહેશ્વરમાં યોજાઈ હતી.
મધ્ય પ્રદેશનાં મહત્ત્વનાં ૧૭ ધાર્મિક સ્થળોએ દારૂના વેચાણ પર પ્રતિબંધ આવશે
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવની આગેવાની હેઠળની કૅબિનેટે ગઈ કાલે રાજ્યમાં ધાર્મિક સ્થળોએ દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ કૅબિનેટની બેઠક ખરગોન જિલ્લાના માહેશ્વરમાં યોજાઈ હતી.
૧૮મી સદીના મહાન શાસક હોળકર વંશનાં અહિલ્યાબાઈ હોળકરના ૩૦૦મા જન્મજયંતી વર્ષ નિમિત્તે આ બેઠક માહેશ્વરમાં યોજાઈ હતી.
ADVERTISEMENT
જોકે આ પ્રતિબંધનો અમલ ક્યારથી થશે એની જાણકારી આપવામાં નથી આવી. જે ૧૭ સ્થળોએ દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે એમાં ઉજ્જૈન, ઓરછા, સલકનપુર, ચિત્રકૂટ, ઓમકારેશ્વર, મૈહર, અમરકંટક અને પશુપતિનાથ મંદિરનો સમાવેશ છે.