દેશમાં સૌથી પહેલા અરુણાચલ પ્રદેશમાં પૂર્ણ ચંદ્ર ગ્રહણ જોવા મળશે.
પ્રતીકાત્મક તસવીર
આજે આ વર્ષે છેલ્લું ચંદ્રગ્રહણ છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે, જેના કારણે તેનો સુતક સમયગાળો માન્ય રહેશે.ચંદ્રગ્રહણને લીધે નવ કલાક સુતક રહેશે.સુતક કાળ દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ કામ અથવા જો પૂજા-અર્ચના કરવા પર પ્રતિબંધ હોય છે. દેશમાં સૌથી પહેલા અરુણાચલ પ્રદેશમાં પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. આજે એટલે કે 8 નવેમ્બરના રોજ સાંજે જેવો ચંદ્રોદય થશે તે જ સમયે ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે. આ ચંદ્રગ્રહણ સાંજે 6 કલાક 19 મીનિટ પર પૂર્ણ થશે. ભારત સિવાય અમેરિકા ઓસ્ટ્રેલિયા, એશિયા અને પેસિફિકમાં ચંદ્રગ્રહણ જોવા મળશે.
ભારતમાં કયારે દેખાશે ચંદ્રગ્રહણ
ADVERTISEMENT
- ચંદ્રગ્રહણની તિથિ: 8 નવેમ્બર, સોમવાર 2022
- ચંદ્રગ્રહણનો સમય: સાંજે 5 કલાક 23 મીનિટ થી 6 કલાક 19 મીનિટ સુધી
કાર્તિક પૂર્ણિમા તિથિ પર આ વર્ષનું બીજુ ચંદ્રગ્રહણ હશે. 15 દિવસ પહેલા વર્ષનું છેલ્લુ સૂર્ય ગ્રહણ દિવાળીના આગલા દિવસે કારતક મહિનાની અમાસના દિવસે જોવા મળ્યુ હતું. 8 નવેમ્બરના રોજ ચંદ્રગ્રહણની શરૂઆત ભારતમાં સાંજે 5 કલાક 23 મીનિટે થશે અને તે 6 કલાકે પૂર્ણ થશે.
તમારા શહેરમાં ક્યારે દેખાશે
શહેર | સમય |
દિલ્હી | 5.28 |
ભોપાલ | 5.32 |
જયપુર | 5.37 |
મુંબઈ | 6.01 |
ઈન્દૌર | 5.43 |
ઉદયપુર | 5.49 |
ગાંધીનગર | 5.55 |
આ રાશિ અને નક્ષત્રમાં લાગશે ચંદ્રગ્રહણ
જ્યોતિષ ગણના અનુસાર વર્ષનું આ ચંદ્રગ્રહણ મેષ રાશિ અને ભરણી નક્ષત્રમાં લાગશે. મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ હોય છે અને આ દિવસે તે ત્રીજા ભાવમાં વક્રી અવસ્થામાં રહેશે. આ સિવાય ચંદ્રમા રાહુ સાથે હશે અને સૂર્ય કેતુ, શુક્ર અને બુધ સાથે સ્થિત હશે.દેવગુરુ બૃહસ્પતિ પણ પોતાની રાશિ મીન રાશિમાં બિરાજશે અને શનિદેવ પણ પોતાની જ રાશિ મકર રાશિમાં બિરાજશે.
દેશમાં અહીં દેખાશે પૂર્ણ ચંદ્રગ્રહણ
ભારતમાં 08 નવેમ્બરની સાંજે ચંદ્રના ઉદયની સાથે જ પહેલું ચંદ્રગ્રહણ ઉત્તર-પૂર્વ દિશામાં જોવા મળશે. પ્રથમ પૂર્ણ ચંદ્રગ્રહણ અરુણાચલ પ્રદેશમાં જોવા મળશે.
- આંશિક ચંદ્રગ્રહણ ઉત્તરપૂર્વ સિવાય ભારતના મોટાભાગના ભાગોમાં દેખાશે.
- 8 નવેમ્બરના રોજ ગ્રહણ દક્ષિણ પશ્ચિમ યુરોપ અને આફ્રિકામાં દેખાશે નહીં.
કયા સમયથી ચંદ્રગ્રહણનો સુતક કાળ શરૂ થશે
વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ, જ્યારે સૂર્યગ્રહણ હોય ત્યારે ગ્રહણના 12 કલાક પહેલા અને ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા સુતકનો સમયગાળો શરૂ થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણ પર સુતક કાળ શુભ માનવામાં આવતો નથી. સુતક કાળમાં પૂજા અને શુભ કાર્ય વર્જિત છે. સુતક કાળ 08 નવેમ્બરે સવારે 6.39 વાગ્યાથી શરૂ થશે, જે ગ્રહણની સમાપ્તિ સાથે સમાપ્ત થશે.
રાશિઓ પર ચંદ્રગ્રહણની અસર
મેષ: વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ તમારી રાશિમાં લાગશે. તમારી માટે ગ્રહણ અશુભ અને હાનિકારક રહેશે, સર્તક રહેવું જરૂરી.
વૃષ: આ રાશિના જાતકો પર પણ ચંદ્રગ્રહણની માઠી અસર પડી શખે છે ધન હાની અને મહેનત વધારે કરવી પડી શકે તેમ છે.
મિથુન: તમારી માટે ચંદ્રગ્રહણ ખુશીઓ લાવી શકે છે. શુભ ફળ અને કરિયર કારોબારમાં તેમને ફાયદો મળી શકે છે.
કર્ક: કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે, મહેનતનું ફળ મળશે.
સિંહ: આ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળી શકે છે,નોકરીમાં સારી પોસ્ટ મળવાની સંભાવના છે.
કન્યા: તમારા માટે ચંદ્રગ્રહણ કષ્ટદાયક બની શકે છે.
તુલા: તમારા જીનવમાં મુશ્કેલી આવી શકે છે. ધન હાનીને કારણે તમારું કામ બગડી શકે છે. સંભાળીને ચાલવું.
વૃશ્વિક: આ રાશિના જાતકોઅ ધીરજ રાખવી, નહીં તો આ ચંદ્રગ્રહણ તમને નુકસાન પહોંચાડી શકે છે. સાવધાન રહેવું.
ધનુ: તમારે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ સામે લડવું પડી શકે છે.
મકર: આ રાશિના જાતકોને લાભ અને સૈભાગ્યમાં વૃદ્ધિનો યોગ છે.
મીન: ખુબ વધારે નુકસાન થવાની સંભાવના છે.