Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > UP: 17 વર્ષની નિધિને ચોથે માળેથી ફેંકનાર સૂફિયાનનું એન્કાઉન્ટર, પગમાં વાગી ગોળી

UP: 17 વર્ષની નિધિને ચોથે માળેથી ફેંકનાર સૂફિયાનનું એન્કાઉન્ટર, પગમાં વાગી ગોળી

Published : 18 November, 2022 03:24 PM | Modified : 18 November, 2022 03:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જવાબી કાર્યવાહીમાં સૂફિયાનને પગમાં ગોળી વાગવાથી તે ઝોલા ખાઈને પડ્યો. ઇજાગ્રસ્તને ટ્રૉમા સેન્ટરમાં દાખલ કરાવવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લખનઉમાં (Lucknow) ધર્મ પરિવર્તન (Conversion) અને લગ્નની ના પાડનાર (Denied to Marriage) નિધિ ગુપ્તાને (Nidhi Gupta) ચોથે માળેથી ફેંકીને તેની હત્યા કરનાર સૂફિયાનની (Murder Accused Sufian) દુબગ્ગા પોલીસે એન્કાઉન્ટર કરીને ધરપકડ કરી છે. આરોપી સૂફિયાનને શોધવા માટે અનેક ટીમ લગાડવામાં આવી હતી. શુક્રવારે સવારે હત્યારોપીને દુબગ્ગા પાવર હાઉસ નજીક પોલીસે ઘેરી લીધો. બચવા માટે આરોપીએ તમંચાથી ફાઇરિંગ કરી. જવાબી કાર્યવાહીમાં સૂફિયાનને પગમાં ગોળી વાગવાથી તે ઝોલા ખાઈને પડ્યો. ઇજાગ્રસ્તને ટ્રૉમા સેન્ટરમાં દાખલ કરાવવામાં આવ્યો છે.


એડીસીપી પશ્ચિમ ચિંરજીવ નાથ સિન્હાએ જણાવ્યું કે હત્યારોપી સૂફિયાનની શોધ માટે વિભિન્ન ટીમો લાગેલી હતી. તેના પિતા રાજૂ અને ભાઈ મેહફૂઝની પણ પૂછપરછ કરવામાં આવી રહી હતી. સર્વિલાન્સ દ્વારા આરોપીની લોકેશન દુબગ્ગા નજીક હોવાના ઈનપુટ મળ્યા. આ આધારે ક્રાઈમ બ્રાન્ચ અને દુબગ્ગા પોલીસ તપાસ કરી રહી હતી. શુક્રવારે પાવર હાઉસ ચારરસ્તા સ્થિત એક ખાલી પ્લૉટ નજીક હત્યારોપી અને પોલીસનો સામનો થઈ ગયો. પોલીસ કર્મચારીઓને જોતા જ આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો. બચવા માટે તેણે તમંચાથી ગોળીઓ ચલાવી. જેના પછછી પોલીસ તરફથી ફાયરિંગ કરવામાં આવી.



આ પણ વાંચો : `આતંકવાદને મદદગાર કેટલાક દેશ`, No Money for Terrorમાં મોદીનો પાકિસ્તાન પર નિશાન


એડીસીપીએ જણાવ્યું કે સૂફિયાનના જમણાં પગમાં ગોળી વાગી છે. તેની પાસે તમંચો અને કારતૂસ મળ્યા છે. હત્યારોપીને ટ્રૉમા સેન્ટરમાં દાખલ કરાવવામાં આવ્યો છે. ગુરુવારે જ ડીસીપી પશ્ચિમ એસ ચનપ્પાએ સૂફિયાનની ધરપકડ માટે 25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2022 03:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK