Lucknow Crime: શખ્સે ખોરાક અને દારૂ પીરસ્યા બાદ ફેમિલી મેમ્બર્સની હત્યા કરી નાખી હતી. કૌટુંબિક વિવાદને લઈને લખનૌની એક હોટલમાં આ હત્યા થઈ.
પ્રતીકાત્મક તસવીર
લખનૌમાંથી ચોંકાવનારા સમાચાર (Lucknow Crime) સામે આવ્યા છે. અહીં એક 24 વર્ષીય વ્યક્તિએ મંગળવારે કૌટુંબિક વિવાદને લઈને લખનૌની એક હોટલમાં તેની માતા અને ચાર બહેનોને મોતને ઘાટ ઉતાર્યા છે.
ભોજનમાં નશીલો પદાર્થ ખવડાવીને હત્યા કરી
ADVERTISEMENT
દારૂના નશામાં તેણે આવું કર્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ શખ્સે નશામાં ખોરાક અને દારૂ પીરસ્યા બાદ ફેમિલી મેમ્બર્સની હત્યા (Lucknow Crime) કરી નાખી હતી. આ મામલે આરોપી અરશદની ધરપકડ કરવામાં આવી છે.
આટલી ક્રૂરતાથી હત્યા કરી શખ્સે
પ્રાપ્ત માહિતી અનુસાર ઘરના પાંચે પાંચ સભ્યોનાં કાંડા પર ઘા જોવા મળ્યો હતો. અને તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા, તેઓના કપડાં લોહીથી લથપથ હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અરશદે કથિત રીતે તેમના ભોજનમાં નશીલા પદાર્થ ભેળવીને તેમની હત્યા કરી નાખી હતી.
તપાસ ચાલી રહી છે – બોડી પાર્ટસ પર મળી આવ્યા ઘાના નિશાન
આ મામલે (Lucknow Crime) પોલીસે વધુમાં જણાવ્યું છે કે પરિવારના કેટલાક સભ્યોને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યા છે, તો કેટલાક સભ્યોની હત્યા બ્લેડ વડે કરવામાં આવી છે.
આ કેસ મામલે પોલીસ કમિશનર ઉમેરે છે કે, "નજીકની હોટેલ સ્ટાફ સાથે પણ તપાસ કરવામાં આવી રહી છે, અને કોઈપણ તારણો પ્રકાશમાં આવતાની સાથે જ મીડિયા સાથે શેર કરવામાં આવશે” આ મામલે તેઓએ આગળ જણાવ્યું હતું કે, "મૃતદેહ મળી આવતાં જ એવું ધ્યાનમાં આવ્યું છે કે આ મૃતદેહો પર કેટલાક ઘાનાં નિશાન જોવા મળ્યા છે. કોઈ મૃતદેહનાં કાંડા પર, કોઈના ગરદન પર આ પ્રમાણેનાં ઘાનાં નિશાન જોવા મળ્યા છે. જોકે, સાક્ષીઓના નિવેદનો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે અમે આ મામલે વિગતવાર તપાસ કરી રહ્યા છીએ,”
હજી પિતા ફરાર છે
આ મામલે એવી માહિતી સામે આવી છે કે પરિવારના સભ્યોને દારૂ પણ પીરસવામાં આવ્યો હતો. પોલીસે હત્યા કેસ (Lucknow Crime)માં અરશદના પિતા બદરનું નામ પણ શંકાસ્પદ તરીકે લીધું છે. પિતા હજુ ફરાર છે અને પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. આગ્રાનો આ પરિવાર 30 ડિસેમ્બરથી હોટલમાં રોકાયો હતો. મૃતકોની ઓળખ અરશદની માતા આસ્મા અને તેની બહેનો તરીકે કરવામાં આવી છે,
અત્યારે એવી માહિતી છે કે હાલ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઉગ્ર દલીલને કારણે હત્યા (Lucknow Crime) થઈ હતી. આ સમગ્ર ઘટના મામલે સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ફખરુલ હસન ચાંદે જણાવ્યું હતું કે,”"તે દુઃખની વાત છે કે એક પરિવાર હવે નથી રહ્યો. હત્યા પાછળ બેરોજગારી, તણાવ, ગરીબી કારણ હોઈ શકે છે. અમારી પાર્ટી પીડિતોની પડખે છે અને તેમના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરીએ છીએ”