ટ્રક અને LPG ટૅન્કરની ટક્કર પછી લાગેલી આગમાં ૩૭ વાહનો લપેટાઈ ગયાં, ૧૧ જણ જીવતા હોમાઈ ગયા
તસવીર સૌજન્ય : એજન્સી
કી હાઇલાઇટ્સ
- જયપુરમાં અકલ્પનીય ભીષણ, ગમખ્વાર અકસ્માત
- ટ્રકે LPGના ટૅન્કરને ટક્કર મારી, આગ લાગી, ૩૭ વાહનો એમાં લપેટાઈ ગયાં
- ૧૧ જણના જીવ જતા રહ્યા
જયપુરમાં જયપુર-અજમેર હાઇવે પર ગઈ કાલે સવારે ૫.૩૦ વાગ્યે થયેલા એક ભીષણ અકસ્માતમાં ૧૧ લોકો જીવતા બળી ગયા.
ADVERTISEMENT
એક ટ્રકે લિક્વિડ પેટ્રોલિયમ ગૅસ (LPG) ભરેલા ટૅન્કરને ટક્કર મારી એને પગલે આગ ફાટી નીકળી અને આ આગની લપેટમાં ૩૭ વાહનો આવી ગયાં.
આજુબાજુનાં બિલ્ડિંગો પણ આગની લપેટમાં આવ્યાં.
ટૅન્કરની પાછળનાં અને ટૅન્કરની પાસેથી પસાર થયેલાં સામેના છેડાનાં વાહનો આગની લપેટમાં આવી ગયાં.