હત્યા બાદ તે ફરાર થઈ ગયો છે. દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચે તેને પંજાબમાંથી ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે તે પહેલા પણ હત્યા અને અપહરણની ઘટનાઓમાં સામેલ રહી ચૂક્યો છે.
Crime News
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીના(Delhi Shraddha Murder Case) શ્રદ્ધા મર્ડર કેસ બાદ હવે રાજધાનીમાં (One More case in national Capital) વધુ એક હ્રદય દ્રાવક ઘટના સામે આવી છે. તિલક નગરમાં (Tilal Nagar) મનપ્રીત નામના શખ્શે પોતાની લિવ-ઈન પાર્ટનર (Live-in Partner) રેખા રાણીની (Rekha Rani) ચાકૂથી મારીને હત્યા (Killed) કરી દીધી હતી. હત્યા બાદ તે ફરાર થઈ ગયો છે. દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચે (Delhi Crime Branch) તેને પંજાબમાંથી ધરપકડ (Arrested from Punjab) કરી લીધી છે. પોલીસે (Police) જણાવ્યું કે તે પહેલા પણ હત્યા (Murder) અને અપહરણની (Kidnapping) ઘટનાઓમાં સામેલ રહી ચૂક્યો છે.
આ ઘટનાને લઈને દિલ્હી પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે મૃતકનું નામ રેખા રાણી છે, જે છેલ્લા 15 વર્ષથી ગણેશ નગરમાં ભાડાના ઘરમાં રહેતી હતી. તિલક નગર થાણાંને બપોરે 12 વાગીને 28 મિનિટે સૂચના મળી હતી. ત્યાર બાદ એક ટીમ ઘરે પહોંચી તો દરવાજા પર તાળું મારેલું હતું. પોલીસે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે તેમને રેખા રાણીનો મૃતદેહ મળ્યો.
ADVERTISEMENT
કેમ ઘડ્યો રેખાની હત્યાનો પ્લાન?
પોલીસે આ મામલે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલીસે જણાવ્યું કે આરોપી દિલ્હીમાં સેકેન્ડ હેન્ડ કારની ખરીદ વેચનું કામ કરે છે. તેના પિતા યૂએસમાં વસે છે. તેમના લગ્ન 2006માં થયા હતા. તેમને બે દીકરા છે પણ 2015માં તે રેખા નામની મહિલાના સંપર્કમાં આવ્યો અને બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો. મનપ્રીતે ત્યાર બાદ ગણેશ નગરમાં એક મકાન ભાડેથી લીધું. જેમાં તે રેખા સાથે લિવ ઈનમાં રહેવા લાગ્યો. ધીમે ધીમે તેને લાગ્યું કે તે હવે આ સંબંધમાં ફસાયેલો અનુભવે છે, આથી તેણે રેખાને ખતમ કરવાનો પ્લાન બનાવ્યો.
આ પણ વાંચો : શ્રદ્ધા મર્ડરકેસમાં મુંબઈ આવેલી દિલ્હી પોલીસની ટીમ ખાલી હાથે પાછી ફરી
શ્રદ્ધા હત્યાકાંડ બાદ ઘડ્યો પ્લાન!
પોલીસ પ્રમાણે, એક ડિસેમ્બરની રાતે તે આરોપીએ ફ્લેટમાં પહોંચીને રેખાની 16 વર્ષની દીકરીને જમવામાં ઊંઘની ગોળી પાઈને સુવડાવી દીધી. ત્યાર બાદ તેણે રેખાની ધારદાર હથિયારથી હત્યા કરી દીધી, જે તેણે થોડોક સમય પહેલા આ જ હેતુસર ખરીદ્યો હતો. પોલીસે શંકા છે કે આરોપીએ શ્રદ્ધા હત્યાકાંડ જોયા બાદ, આ પ્લાન ઘડ્યો અને આ માટે તેણે ધારદાર હથિયાર ખરીદ્યો હતો. પોલીસ પ્રમાણે, આરોપીનું પ્લાનિંગ કંઈક એવું હતું પણ ઘરમાં હાજર 16 વર્ષીય છોકરીને કારણે તેણે ઘટનાને અંજામ આપીને નાસી છૂટવું વધારે યોગ્ય લાગ્યું.