Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > NEETના મુદ્દે લોકસભા સોમવાર સુધી સ્થગિત

NEETના મુદ્દે લોકસભા સોમવાર સુધી સ્થગિત

Published : 29 June, 2024 07:45 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘યુવાનો ચિંતિત છે અને તેઓ જાણતા નથી કે હવે શું થશે`

લોક સભા

લોક સભા


નૅશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષામાં પેપર-લીકના મુદ્દે વિપક્ષોએ કરેલા હોબાળાને પગલે ગઈ કાલે લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી મોકૂફ રાખવામાં આવી હતી.
સંસદભવનની બહાર મીડિયા સાથે વાતચીત કરતાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષાના સંચાલનમાં કથિત અનિયમિતતા થઈ એ મુદ્દે સંસદમાં સન્માનજનક ચર્ચા કરવી જોઈએ, કારણ કે આ દેશના યુવાનો અને તેમના ભવિષ્યની ચિંતાનો મુદ્દો છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરતાં પહેલાં આ મુદ્દે ચર્ચા જરૂરી છે. આ મુદ્દે વિપક્ષ એક છે કે પહેલાં આ મુદ્દે ચર્ચા આવશ્યક છે.’


આ મુદ્દે વધુમાં બોલતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘યુવાનો ચિંતિત છે અને તેઓ જાણતા નથી કે હવે શું થશે. સંસદમાંથી યુવાનોને ખાતરી આપવામાં આવવી જોઈએ કે ભારત સરકાર તેમની સાથે છે. હું વડા પ્રધાનને વિનંતી કરું છું કે તેઓ આ મુદ્દે સારી અને મહત્ત્વપૂર્ણ ચર્ચા કરવા સહમત થાય.’ 


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2024 07:45 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK