Lok Sabha Elections 2024 Result: એક્સિસ માય ઈન્ડિયા દ્વારા લોકસભા ચૂંટણી 2024માં બીજેપીની આગેવાની હેઠળના એનડીએને લગભગ 400 જેટલી સીટો મળશે એવી આગાહી કરવામાં આવી હતી.
પ્રદીપ ગુપ્તા લાઈવ ટીવી પર રડી પડ્યાનો સ્ક્રીન શૉટ (તસવીર સૌજન્ય : સોશિયલ મીડિયા)
એક્સિસ માય ઈન્ડિયાના પ્રદીપ ગુપ્તા ઈન્ડિયા ટુડે સાથે એક્ઝિટ પોલનું (Lok Sabha Elections 2024 Result) સંચાલન કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ લાઈવ પોલ દરમિયાન ચેનલ પર રડતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એક્સિસ માય ઈન્ડિયા દ્વારા લોકસભા ચૂંટણી 2024માં બીજેપીની આગેવાની હેઠળના એનડીએને લગભગ 400 જેટલી સીટો મળશે એવી આગાહી કરવામાં આવી હતી. જોકે તેમના એક્ઝિટ પોલ એકદમ ખોટા પડતાં પોલસ્ટરને ખૂબ જ દુઃખ થયું હતું અને તે બાદ પ્રદીપ ગુપ્તા લાઈવ ટીવી પર રડી પડ્યા હતા તેમ જ તેમની સિનિયર ન્યૂઝ એન્કર રાજદીપ સરદેસાઈ સાથે બોલાચાલી થઈ ગઈ હતી. હવે તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે રાજદીપે કેવી રીતે પોલસ્ટરને રડાવ્યા છે. જો કે, પ્રદીપ ગુપ્તાને રડતાં જોઈ સરદેસાઈ જ સૌપ્રથમ દોડી આવ્યા હતા એવું પણ વીડિયોમાં જોવા મળી રહ્યું છે.
વીડિયોની શરૂઆતમાં જોવા મળી રહ્યું છે કે એનડીએ 296 બેઠકો સાથે બહુમતીના આંકને સ્પર્શી રહી છે. જો કે, આજે પરિણામ બાદ ભાજપ પોતાના દમ પર સરકાર બનાવી નહીં શકે. એક્સિસ માય ઈન્ડિયા અને ઈન્ડિયા ટુડે સહિત લગભગ તમામ એક્ઝિટ પોલ્સે ભાજપની (Lok Sabha Elections 2024 Result) આગેવાની હેઠળના એનડીએને જોરદાર લીડ આપી હતી અને એનડીએ 350-400 જેટલી બેઠકો જીતશે એવી આગાહી કરી હતી. જોકે ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા હતા તે દરમિયાન પ્રદીપ ગુપ્તા રડી પડ્યા હતા. તે વખતે ઈન્ડિયા ટુડેના એન્કરોએ તેમને દિલાસો આપવાનો પ્રયાસ કર્યો હતો અને તે બાદ રાજદીપ સરદેસાઈએ કહ્યું હતું કે ગુપ્તાને ઘણા રાજ્યો અધિકાર મળ્યા છે, ખાસ કરીને આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કિસ્સામાં, તે વીડિયોમાં જોઈ શકાય છે.
ADVERTISEMENT
???? pic.twitter.com/LHE69xKJtq
— Akshita Nandagopal (@Akshita_N) June 4, 2024
વીડિયોમાં પ્રદીપ ગુપ્તા ચર્ચાની વચ્ચે રડતાં દેખાઈ અને તેમ જ ત્યાં રહેલા રાહુલ કંવલ પણ તેમને ખુશ કરવા માટે થોડી મસ્તી કરતાં જોવા મળી રહ્યા છે. રાજદીપ સરદેસાઈ પ્રદીપ ગુપ્તા પાસે જઈને કહે છે કે, "બરાબર છે, ચલતા રહેતા હૈ. આ બધુ એક જીવનનું ગીત છે." શું વાત કરો છો, આ કેવી વાત છે. તમે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. તમે એક પ્રમાણિક મત આપ્યો છે. અરે થોડું હશો અને ગીત ગાઓ અને શું આપણે ગીતમાં ભાગ લેવો જોઈએ?", એવું સદેસાઈએ (Lok Sabha Elections 2024 Result) પ્રદીપ ગુપ્તાને હસાવવા માટે કહ્યું હતું. રાજદીપ સરદેસાઈ પણ કહે છે, "અમે આત્મનિરીક્ષણ કરીશું. જો કે, છેલ્લે પોતાની જાતને શાંત કરતી વખતે પ્રદીપ ગુપ્તા ફરી એક વખત રડવા લાગે છે એને અંતે પોતાની લાગણીઓને કાબૂમાં રાખીને તેઓ કહે છે કે આ પરિણામ સરકારને તેમના વચનો પૂરા કરવામાં વધુ ધ્યાન આપવાનું યાદ કરાવશે.