Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં ૧,૭૧૦થી વધુ ઉમેદવારો : ૩૬૦ ઉમેદવારોએ તેમની સામેના અપરાધિક કેસોની માહિતી આપી છે
પ્રતીકાત્મક તસવીર
લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Elections 2024) ના ચોથા તબક્કા (Lok Sabha Elections 2024, 4th Phase) માટે ૧૩ મેના રોજ મતદાન થશે. આ તબક્કામાં ૧૦ રાજ્યોની ૯૬ બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં ૧,૭૧૦થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી ૩૬૦ ઉમેદવારોએ તેમની સામેના ફોજદારી કેસો વિશે માહિતી આપી છે. ચૂંટણી સુધારણા માટે કામ કરતી બિન-સરકારી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ – એડીઆર (Association for Democratic Reform - ADR) એ ઉમેદવારો દ્વારા નોમિનેશન સમયે આપેલા સોગંદનામાના આધારે આ આંકડા જાહેર કર્યા છે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ચોથા તબક્કામાં તેલંગાણા (Telangana), આંધ્રપ્રદેશ (Andhra Pradesh), મહારાષ્ટ્ર (Maharashtra), ઉત્તર પ્રદેશ (Uttar Pradesh), પશ્ચિમ બંગાળ (West Bengal), મધ્યપ્રદેશ (Madhya Pradesh), બિહાર (Bihar), ઝારખંડ (Jharkhand), ઓડિશા (Odisha), જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં ચૂંટણી યોજાશે. આ રાઉન્ડમાં કુલ ૧,૭૧૦ ઉમેદવારોમાંથી ૧,૫૪૦ પુરુષ અને ૧૭૦ મહિલા ઉમેદવારો છે.
ADVERTISEMENT
ADR અનુસાર, ચોથા તબક્કાના ૨૭૪ ઉમેદવારોએ જણાવ્યું છે કે, તેમની સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયા છે. આ ઉપરાંત, આંધ્રપ્રદેશના ૬૯, મહારાષ્ટ્રના ૫૩ અને ઉત્તર પ્રદેશના ૩૦ ઉમેદવારો સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયા છે, જેમાંથી ચાર આંધ્ર પ્રદેશના છે, બે મહારાષ્ટ્રના અને એક તેલંગાણાના છે.
સંગઠનનું કહેવું છે કે, આ તબક્કામાં ૯૬ સંસદીય મતવિસ્તારોમાંથી ૫૮ ટકા સંવેદનશીલ છે. આ વિસ્તારોમાં ત્રણ કે તેથી વધુ ઉમેદવારોએ તેમની સામે ફોજદારી કેસ નોંધાયા હોવાની માહિતી આપી છે.
એડીઆરના રિપોર્ટ અનુસાર, ચોથા તબક્કાના ૧૭ ઉમેદવારોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ૧૧ ઉમેદવારો સામે હત્યાના કેસ નોંધાયા છે અને ૩૦ ઉમેદવારો સામે હત્યાના પ્રયાસના કેસ નોંધાયેલા છે. તે સિવાય ૫૦ ઉમેદવારો સામે મહિલાઓ વિરૂદ્ધ ગુનાના કેસ નોંધાયેલા છે. આ સિવાય પાંચ ઉમેદવારો સામે બળાત્કારના કેસ નોંધાયેલા છે.
જો આ ઉમેદવારોને રાજકીય પક્ષોના આધારે જોવામાં આવે તો ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (All India Majlis-e-Ittehadul Muslimeen – AIMIM) ના ત્રણમાંથી ત્રણ, શિવસેના (Shiv Sena) ના ત્રણમાંથી બે, ભારત રાષ્ટ્ર સમિતિ (Bharat Rashtra Samiti) ના ૧૭માંથી ૧૦, કોંગ્રેસ (Congress) ના ૬૧માંથી ૩૫, ભારતીય જનતા પાર્ટી - ભાજપ (Bharatiya Janata Party - BJP)ના ૭૦માંથી ૪૦ ઉમેદવારો, ડીટીપીમાંથી ૧૭માંથી નવ, બીજેડીમાંથી ચારમાંથી બે, આરજેડીમાંથી ચારમાંથી બે, શિવસેના (ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરે)માંથી ચારમાંથી બે, વાયએસઆરસીપીમાંથી ૨૫માંથી ૧૨, ટીએમસી આઠમાંથી ત્રણ, અને સમાજવાદી પાર્ટીના ૧૯માંથી સાત ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા હોવાની માહિતી આપી છે.
જો ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ ૧,૭૧૦ ઉમેદવારોમાંથી માત્ર ૨૬ જ અભણ છે. શિક્ષિત ઉમેદવારોની સંખ્યા ૩૦ છે. આ ઉપરાંત પાંચમું પાસ ૬૯, આઠમું પાસ ૯૩, દસમું પાસ ૨૩૪, બારમું પાસ ૨૪૮, સ્નાતક ૩૪૮, પ્રોફેશનલ ગ્રેજ્યુએટ ૧૯૫, પોસ્ટ ગ્રેજ્યુએટ ૩૫૬, ડોક્ટરેટ ૪૫ અને ડિપ્લોમા ૬૬ છે.