નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તર પ્રદેશના જૌનપુર, પ્રતાપગઢ અને ભદોહીમાં ચૂંટણીસભાઓ દરમ્યાન ઇન્ડી અલાયન્સના નેતાઓની તીખા શબ્દોમાં ટીકા કરી હતી
નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તર પ્રદેશના જૌનપુર, પ્રતાપગઢ અને ભદોહીમાં ચૂંટણીસભાઓ દરમ્યાન ઇન્ડી અલાયન્સના નેતાઓની તીખા શબ્દોમાં ટીકા કરી હતી. મોદીએ કહ્યું હતું કે ‘સમાજવાદી પાર્ટી અને કૉન્ગ્રેસના શહેજાદા (અખિલેશ અને રાહુલ) દેશના વિકાસને ગિલ્લી-દંડાનો ખેલ સમજે છે. આ શહેજાદાઓને મહેનત કરવાની કે પરિણામ લાવવાની આદત નથી એથી જ તેઓ કહે છે કે દેશનો વિકાસ ખટાખટ થશે. ૪ જૂને પરિણામ આવ્યાં બાદ ઇન્ડી અલાયન્સ પોતે ખટાખટ વિખેરાઈ જશે એ નક્કી છે. હાલમાં જ કેજરીવાલે એવો દાવો કર્યો હતો કે પરિણામ બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનપદેથી યોગીને હટાવી દેવામાં આવશે. આ વિશે મોદીએ કહ્યું હતું કે સીએમને હટાવી શકે એવો કોઈ માઈનો લાલ પેદા નથી થયો.