કૉન્ગ્રેસના નેતા જયરામ રમેશનો કૉન્ફિડન્સ તો જુઓ
કૉન્ગ્રેસના નેતા જયરામ રમેશ
લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા (ઇન્ડિયન નૅશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ અલાયન્સ)ની જીત નક્કી છે એવો વિશ્વાસ કૉન્ગ્રેસના નેતા જયરામ રમેશે વ્યક્ત કર્યો છે. ગુરુવારે પત્રકારો સાથે વાત કરતાં તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર રચવા માટે જરૂરી ૨૭૨નો આંકડો પાર કર્યા બાદ માત્ર ૪૮ કલાકમાં ઇન્ડિયા ગઠબંધન વડા પ્રધાનપદ માટે નામ નક્કી કરે લેશે. પરિણામ બાદ જેડીયુ (જનતા દળ યુનાઇટેડ)ના નેતા નીતીશ કુમાર અને ટીડીપી (તેલુગુ દેશમ પાર્ટી)ના નેતા ચંદ્રાબાબુ નાયડુ ‘ઇન્ડિયા’માં સામેલ થશે કે નહીં? એવા સવાલના જવાબમાં જયરામ રમેશે નીતીશ કુમારને ‘પલટુરામ’ ગણાવતાં કહ્યું હતું કે એનડીએ (નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ)ના પક્ષો ‘ઇન્ડિયા’માં સામેલ થઈ શકશે.