BJPના સંસદસભ્ય દિલીપ ઘોષે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી.
દિલીપ ઘોષ , સુપ્રિયા શ્રીનેત
ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય દિલીપ ઘોષ અને કૉન્ગ્રેસનાં નેતા સુપ્રિયા શ્રીનેતને ચૂંટણી આચારસંહિતાના કેસમાં દોષી માન્યાં છે અને તેમનાં વિવાદાસ્પદ નિવેદનો માટે ફટકાર લગાવી છે અને ચેતવણી આપી છે કે ભવિષ્યમાં તેઓ પોતાનાં વક્તવ્યો વિશે સાવધાની રાખે. ચૂંટણી પંચે બેઉ નેતાઓને નોટિસ આપીને જવાબ માગ્યો હતો અને બન્નેએ સ્વીકાર્યું હતું કે તેમણે આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને વ્યક્તિગત હુમલા કર્યા છે. આ જવાબ મળ્યા બાદ ચૂંટણી પંચે તેમને ચેતવણી આપી હતી. હવે ચૂંટણી પંચ દ્વારા તેમના નિવેદનોની સમીક્ષા કરવામાં આવશે. કૉન્ગ્રેસનાં નેતા સુપ્રિયા શ્રીનેતે હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરની BJPની ઉમેદવાર કંગના રનૌત વિશે સોશ્યલ મીડિયામાં અભદ્ર પોસ્ટ કરી હતી, જેના લીધે વિવાદ થયો હતો. ત્યાર બાદ તેમણે આ પોસ્ટ હટાવી લીધી હતી. BJPના સંસદસભ્ય દિલીપ ઘોષે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી.