Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કંગના રનૌતે કોંગ્રેસના `પરિવાર` પર કર્યો પ્રહાર, રાહુલ અને પ્રિયંકા માટે કહી દીધી આ વાત

કંગના રનૌતે કોંગ્રેસના `પરિવાર` પર કર્યો પ્રહાર, રાહુલ અને પ્રિયંકા માટે કહી દીધી આ વાત

Published : 04 April, 2024 04:45 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Lok Sabha Election 2024: કંગના રનૌતે કહ્યું કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સંજોગોનો શિકાર થયેલાં મહત્વકાંક્ષી માતાના બાળકો છે, જે પરિવારવાદનો શિકાર થયાં છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Election 2024)ના પડઘમ ગાજી રહ્યાં છે. ત્યારે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના મંડી (Mandi)થી લોકસભા ઉમેદવાર અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)એ ગાંધી પરિવાર પર પર્સનલ હુમલો કર્યો છે. અભિનેત્રીએ કહ્યું છે કે રાહુલ ગાંધી (Rahul Gandhi) પર દબાણ બનાવીને રાજનીતિ કરવામાં આવી રહી છે. તેણે કહ્યું છે કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) સંજોગોનો શિકાર છે અને સોનિયા ગાંધી (Sonia Gandhi) તેમના પર રાજનીતિ કરવા દબાણ કરી રહી છે.


એક ઇન્ટરવ્યુમાં કંગના રનૌતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સંજોગોનો અને પરિવારવાદનો શિકાર થયાં હોવાનું કહ્યું છે. કંગનાએ કહ્યું છે કે, ‘રાહુલ ગાંધી સંજોગોનો શિકાર છે. તે એક મહત્વાકાંક્ષી માતાનો પુત્ર છે, તેને નિષ્ફળતા તરીકે દર્શાવવાના જેટલા પ્રયત્નો કરવામાં આવ્યા છે, તેટલા તે નથી. બાળકો પરિવારવાદનો શિકાર બને છે. તે માત્ર ખાલી બહારના લોકો જ શિકાર બને છે એવું નથી. લાગે છે કે આ પીડિત રાહુલ ગાંધી છે. તે અભિનય કરી શકે છે. સાંભળ્યું છે કે તે કોઈ સ્ત્રીના પ્રેમમાં છે, પરંતુ લગ્ન ન થયા. મને ખબર નથી કે તે શા માટે સેટલ ન થયો અને તેણે લગ્ન કેમ ન કર્યા. અમે આસપાસ તરતી અફવાઓ સાંભળી છે. તે કોઈ કારકિર્દી બનાવવા માટે સક્ષમ નથી. મને તો તે એકલો લાગે છે, તેના પર દબાણ કરવામાં આવી રહ્યું છે. તે ૬૦ વર્ષનો થવાનો છે, તેને યુવાન તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ આવું જ જોયું છે.’



કંગનાએ કહ્યું કે, ‘રાજનીતિ એ રાહુલ ગાંધીનું કામ નથી અને તેની માતા આ સમજી રહી નથી, મને લાગે છે કે તેને રાજકારણ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે આ દરમિયાન પ્રિયંકા ગાંધી પર પણ ટિપ્પણી કરી હતી.’ કંગના રનૌતે કહ્યું કે, ‘હું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને સંજોગોને કારણે પસંદ કરું છું અને હું બંનેને પસંદ કરું છું. મને લાગે છે કે તેની માતાએ તેને આ રીતે ત્રાસ આપવો જોઈએ નહીં. મને લાગે છે કે તેઓ સારા બાળકો છે, પરંતુ એવું ન થયું, હવે તે બંને પરેશાન છે.’


ઈન્દિરા ગાંધી વિશે કંગના રનૌતે કહ્યું કે, મને સ્ત્રીઓ પ્રત્યે આદર છે. મેં સમાનતાની ભાવના સાથે ઈન્દિરા ગાંધીના જીવનચરિત્ર પર આખી ફિલ્મ બનાવી છે. તે ફિલ્મ કોંગ્રેસ અને ભાજપમાંથી બહાર આવી છે. મેં ચુંગલીસ માટે કોઈ ફિલ્મ બનાવી નથી. આપણા બંધારણ સાથે બનેલી કટોકટીની ઘટનાનું કારણ શું છે તેના પર અમે એક ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ એટલા માટે બનાવવામાં આવી છે કે ભવિષ્યમાં બંધારણ સાથે કોઈ ખેલ ન કરે.

નોંધનીય છે કે, કંગના રનૌતને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ માટે બીજેપીએ ઉમેદવાર બનાવી છે. તે આ બેઠક પર સતત જોરશોરથી પ્રચાર કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2024 04:45 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK