Lok Sabha 2024 Elections Result: પ્રિયંકા ગાંધીએ કે.એલ. શર્મા સાથેની તસવીર શેર કરીને લખ્યું, `કિશોરી ભૈયા, મને ક્યારેય કોઈ શંકા નહોતી, મને શરૂઆતથી જ ખાતરી હતી કે તમે જ જીતશો.
સ્મૃતિ ઈરાની (ફાઇલ તસવીર)
લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો ધીરે ધીરે જાહેર થઈ રહ્યા છે અને સાંજે આઠ વાગ્યા સુધીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના (Lok Sabha 2024 Elections Result) 120 ઉમેદવારો જુદી જુદી બેઠકો પર ચૂંટાઈને આવ્યા હતા. જો કે ઉત્તર પ્રદેશમાં ભાજપને ધાર્યા કરતાં ખૂબ જ ઓછી બેઠકો મળવાની શક્યતા છે, પણ ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીને ઈન્ડિયા ગઠબંધનના મિત્ર પક્ષ કૉંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા સામે પરાભવનો સામનો કરવો પડ્યો હતો. પોતાની આ હારનો બચાવ કરવા માટે હવે સ્મૃતિ ઈરાનીએ નિવેદન આપ્યું છે.
અમેઠીમાં કૉંગ્રેસના કિશોરી લાલ સામે 167196 મતથી હારી ગયા બાદ ભાજપના સ્મૃતિ ઇરાનીએ નિવેદન આપતા કહ્યું કે, "મને લાગે છે કે આજનો દિવસ જનતાનો આભાર માનવાનો છે, જે જીત્યા તેમને અભિનંદન આપવાનો દિવસ છે. સંસ્થાની સ્વભાવ વિશ્લેષણ કરવાની છે અને સંસ્થા વિશ્લેષણ કરશે. એક જનપ્રતિનિધિ (Lok Sabha 2024 Elections Result) તરીકે મારું સૌભાગ્ય રહ્યું કે મેં દરેક ગામમાં જઈને કામ કર્યું. હાર કે જીતની પરવા કર્યા વિના હું લોકો સાથે જોડાઈ રહી, અને આ મારા જીવનનો મોટો સોભાગ્ય છે."
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક પર દરેક પાર્ટીઓ વચ્ચેનો મુકાબલો ખૂબ જ રસપ્રદ રહ્યો હતો. ગાંધી પરિવારની પરંપરાગત બેઠક પર આ વખતે કૉંગ્રેસે (Lok Sabha 2024 Elections Result) પોતાની જીત નોંધાવી છે. કૉંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માએ ભાજપના સ્મૃતિ ઇરાનીને હરાવ્યા છે. સ્મૃતિ ઇરાનીએ અમેઠીથી છેલ્લા લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને પરાજિત કર્યા હતા. કિશોરીલાલ શર્માને સ્મૃતિ ઇરાનીના વિરુદ્ધ 1,67,196 મતોની જીત મળી છે. કેએલ શર્માને કુલ 5,39,228 મતો મળ્યા છે. જ્યારે, સ્મૃતિ ઇરાનીને માત્ર 3,72,032 મતો મળ્યા હતા. હાર બાદ સ્મૃતિ ઈરાનીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇનસ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી હતી.
View this post on Instagram
પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?
કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા (Lok Sabha 2024 Elections Result) પ્લેટફોર્મ X પર એક ટ્વીટ કરીને લખ્યું કે કે.એલ. શર્માએ જીત પર `મુહર` લગાવી છે, જેને કારણે ભાજપના કાર્યકરોની ધુકધુકી વધી ગઈ છે. પ્રિયંકા ગાંધીએ કે.એલ. શર્મા સાથેની તસવીર શેર કરીને લખ્યું, `કિશોરી ભૈયા, મને ક્યારેય કોઈ શંકા નહોતી, મને શરૂઆતથી જ ખાતરી હતી કે તમે જ જીતશો. તમને અને અમેઠીના મારા પ્રિય ભાઈઓ અને બહેનોને હાર્દિક અભિનંદન!` આ સાથે ભાજપને યુપીની કુલ 80 બેઠકમાંથી 32 બેઠક મળી છે અને બાકીની બેઠકોમાં 38 બેઠક સમાજવાદી પાર્ટી કૉંગ્રેસને છ અને બીજા ત્રણ પક્ષોને મળીને ચાર બેઠકો મળી છે.