અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “ચાલો કબૂલ કરું કે હું અનુભવી ચોર છું, પણ તમારી પાસે કોઈ પુરાવા નથી.”
અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર
તિહાર જેલમાં જતાં પહેલાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓને સંબોધિત કર્યાં હતાં. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં આપ ઑફિસ પહોંચ્યા હતા. અહીં સીએમએ કહ્યું કે, તેમને છેતરપિંડીના કેસમાં ફસાવવામાં આવ્યા છે અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું કે, “ચાલો કબૂલ કરું કે હું અનુભવી ચોર છું, પણ તમારી પાસે કોઈ પુરાવા નથી.” કેજરીવાલે કહ્યું કે, “મારી વિરુદ્ધ કોઈ પુરાવા નથી, મને રિકવરી વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યો, આ સરમુખત્યારશાહી છે. જેને લાગશે તેને જેલમાં ધકેલી દેવામાં આવશે. આપણા દેશમાં આ પ્રકારની સરમુખત્યારશાહી સહન કરી શકાતી નથી. હું સરમુખત્યારશાહી સામે લડી રહ્યો છું. અમે ભગતસિંહના શિષ્યો છીએ.”