હાઇબ્રીડ આતંકવાદીઓ એ ટેરરિસ્ટ્સ તરીકે લિસ્ટેડ નથી હોતા
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ગઈ કાલે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં લશ્કર-એ-તય્યબાનો એક હાઇબ્રીડ આતંકવાદી ઠાર મરાયો હતો. હાઇબ્રીડ આતંકવાદીઓ એ ટેરરિસ્ટ્સ તરીકે લિસ્ટેડ નથી હોતા, પરંતુ તેઓ આતંકવાદી હુમલો કરીને ફરી પાછા તેમની નૉર્મલ લાઇફમાં જતા રહે છે, જેના લીધે તેમને પકડવા મુશ્કેલ છે. દરમ્યાનમાં બીજી તરફ સિક્યૉરિટી ફોર્સિસે ગઈ કાલે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના એક ઘરમાંથી મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રીને જપ્ત કરી હતી.