Lawrence Bishnoi Gets Death Threat: લોરેન્સ બિશ્નોઈ સાંભળ, જો સલમાન ખાનને કંઈ થશે તો તે યોગ્ય નહીં હોય, તારી હત્યા જેલમાં જ કરવામાં આવશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
લોરેન્સ બિશ્નોઈ (ફાઇલ તસવીર)
ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની અનેક ધમકીઓ આપવામાં આવી રહી છે. હાલમાં મુંબઈના બાન્દ્રામાં એનસીપીના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસ (Lawrence Bishnoi Gets Death Threat) બાદ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ગુજરાતની જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની ગેન્ગના સભ્યો દ્વારા સલમાન ખાનને પણ જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી છે. હવે સલમાનને સપોર્ટ કરતા એક યુવકે લોરેન્સ બિશ્નોઈને ધમકી આપી છે. તેણે વીડિયોમાં કહ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ સાંભળ, જો સલમાન ખાનને કંઈ થશે તો તે યોગ્ય નહીં હોય, તારી હત્યા જેલમાં જ કરવામાં આવશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
લોરેન્સને ખુલ્લેઆમ ધમકી આપનારો યુવક યુપીના (Lawrence Bishnoi Gets Death Threat) રાયબરેલીનો રહેવાસી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે તે મુંબઈમાં નોકરી કરે છે. ત્યાંથી તેણે લોરેન્સ બિશ્નોઈને ધમકીભર્યો મેસેજ મોકલ્યો. વીડિયોમાં યુવક કહેતા સંભળાય છે, "સાંભળ લોરેન્સ બિશ્નોઈ, તરી પાસે બે હજાર શૂટર્સ તૈયાર છે અને મેં પણ પાંચ હજાર શૂટર્સ મુંબઈ મોકલ્યા છે જે તારા અને તારા શૂટર્સ માટે સારું નથી. ઈમરાનભાઈએ પાંચ હજાર શૂટરો પણ તહેનાત કર્યા છે. તારી હત્યા જેલમાં જ થશે. જો સલમાન ખાન ભાઈને કંઈ થશે તો તે યોગ્ય નહીં કહેવાય. તું લોરેન્સ બચી શકીશ નહીં, હું ડબલ શૂટરનો ઉપયોગ કરીશ. મારી પાસે લગભગ 20 હજાર શૂટર્સ છે.`` આ વાત કહેનારા યુવકની શોધ પોલી શરૂ કરી છે અને તેની સામે કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
इस पहली तस्वीर में दिखाई दे रहे शख़्स ने लॉरेंस बिश्नोई को धमकी दी है, बताया जा रहा है कि
— Shashank Shekhar Tiwari (@Shashank_8880) October 27, 2024
यह व्यक्ति रायबरेली का रहने वाला है और यह मुंबई में काम करता है। यह वायरल वीडियो में कहता हुआ सुना जा सकता है कि
"सुन लॉरेंस बिश्नोई, #LawrenceBishnoiGang #SalmanaKhan pic.twitter.com/CrrxITnZVL
આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેના પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ વ્યક્તિની ધરપકડની માગ કરી રહ્યા છે જ્યારે ઘણાએ આ યુવકની મજા માણી રહ્યા છે. તમને જણાવી દઈએ કે લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi Gets Death Threat) પંજાબનો રહેવાસી છે અને છેલ્લા 10 વર્ષથી વિવિધ જેલોમાં બંધ છે. તેના પર પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો પણ આરોપ છે, જ્યારે તેણે કાળા હરણના શિકાર કેસમાં સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી છે. લોરેન્સે સલમાનને બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને માફી માગવા કહ્યું હતું. થોડા સમય પહેલા લોરેન્સે પણ સલમાનના ઘરની બહાર તેના સાગરિતોએ ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ અભિનેતાની સુરક્ષા વધુ કડક કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે લોરેન્સ બિશ્નોઈ જેલમાં રહ્યા છતાં તેના શૂટરો સાથે વાતચીત કરે છે તેમ જ મુંબઈમાં નેતાની હત્યા પાછળ પણ તેની જ ગેન્ગનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેથી હવે લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi Gets Death Threat) ગેન્ગથી જોડાયેલા દરેક લોકો સામે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.