ઇન્ટેલિજન્સ એજન્સીઓના અધિકારીઓ દેશ માટે ખૂબ જ સીક્રેટલી કામ કરે છે અને જો તેમના રિપોર્ટ્સને જાહેર કરાય તો તેઓ ભવિષ્યમાં બે વખત વિચાર કરશે.
કાયદાપ્રધાન કિરેન રિજિજુ (તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી)
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : કાયદાપ્રધાન કિરેન રિજિજુએ ગઈ કાલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ઇન્ટેલિજન્સ બ્યુરો અને રૉ (રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિંગ)ના સંવેદનશીલ રિપોર્ટ્સના ચોક્કસ ભાગને જાહેર કરવામાં આવ્યા એ ખૂબ જ ચિંતાની બાબત છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓના અધિકારીઓ દેશ માટે ખૂબ જ સીક્રેટલી કામ કરે છે અને જો તેમના રિપોર્ટ્સને જાહેર કરાય તો તેઓ ભવિષ્યમાં બે વખત વિચાર કરશે.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમના ઠરાવોમાં હાઈ કોર્ટના જજ તરીકે નિમણૂક માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ભલામણ કરાયેલા ચોક્કસ જજો વિશેના આઇબી અને રૉના રિપોર્ટ્સના ચોક્કસ ભાગ સમાવાયા છે, જેના સંબંધમાં રિજિજુએ આમ જણાવ્યું હતું.