મુખ્યમંત્રી નીતીશ કુમારે શનિવારે લાલૂ પ્રસાદ યાદવના પરિવાર અને આરજેડી નેતાઓ પર થયેલી રેઈડને લઈને પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રેઈડ આજથી થઈ રહી છે, આ તો પાંચ વર્ષથી ચાલી રહી છે
નિતિશ કુમાર (ફાઈલ તસવીર)
મુખ્યમંત્રી નીતીશ કુમારે શનિવારે લાલૂ પ્રસાદ યાદવના પરિવાર અને આરજેડી નેતાઓ પર થયેલી રેઈડને લઈને પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રેઈડ આજથી થઈ રહી છે, આ તો પાંચ વર્ષથી ચાલી રહી છે. અમે લોકો (મહાગઠબંધન) સરકાર બનાવીએ છીએ અને રેઈડ શરૂ થઈ જાય છે. હવે શું છે મામલો, આમાં શું કહીએ? જેમને ત્યાં રેઈડ થઈ છે તેમણે તો જણાવ્યું જ છે કે શું છે.
`પાંચ વર્ષ પછી ફરી એ જ બધું શરૂ`
તેજસ્વી યાદવ પર સમનને લઈને કહ્યું કે જેની સાથે થયું તે તો જવાબ આપી રહ્યા છે, અમે શું બોલશું? મુખ્યમંત્રીએ કહ્યું કે શરૂઆતથી લઈને અત્યાર સુધી ક્યાંય પણ કંઈપણ થાય છે તો તેના પર અમે કંઈ નથી બોલતા. વર્ષ 2017માં થયું હતું ત્યારે પણ અમે કંઈ નહોતા બોલ્યા, તે સમયે આ કારણે આરજેડી અને જેડીયૂ અલગ થઈ ગઈ હતી. હવે પાંચ વર્ષ પછી પણ ફરીથી રેઈડ થઈ રહી છે કારણકે અમે સાથે આવ્યા છીએ. આમાં શું કહીએ. કેટલાય વર્ષોથી રેઈડ ચાલી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : Satish Kaushik મૃત્યુ મામલે મોટી અપડેટ, ફાર્મહાઉસમાંથી મળી દવાઓ, આ કારણે ગયો જીવ
નીતીશ કુમારે કહ્યું કે વર્ષ 2017માં ત્યાં વાત થઈ તો ત્યાંના લોકોની વાત માની લીધી અને અમે તેમની (BJP)ની સાથે ચાલ્યા ગયા. પછી અહીં આવ્યા તો આ બધું શરૂ થઈ ગયું. હવે આમાં શું કહેવામાં આવ્યું, જે પણ મામલો છે. સમજાતું નથી. આ સિવાય પણ નીતીશ કુમારે અનેક મુદ્દે પ્રતિક્રિયા આપી. શુક્રવારે લાલૂ પરિવાર પર રેઈડને ળઈને તેમણે કોઈ નિવેદન નથી આપ્યું. મૌન સાધીને નીકળી ગયા હતા. શનિવારે તેમણે સ્પષ્ટ કહ્યું કે જ્યારે પણ બિહારમાં મહાગઠબંધનની સરકાર બને છે, આ બધું થવા માંડે છે. જણાવવાનું કે શુક્રવારે લાલૂ યાદવના પરિવારના સભ્યો અને આરજેડી નેતાઓને ત્યાં સવારથી સાંજ અને મોડી રાત સુધી દરોડા પાડ્યા. શનિવારે તેજસ્વી યાદવને સીબીઆઈ દ્વારા સમન જાહેર કરવામાં આવ્યા છે.