તપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરલી મનોહર જોશીએ ગઈ કાલે તેમના ઘરે મતદાન કર્યું હતું
મતદાન
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટ હામિદ અન્સારી અને વારાણસીના ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરલી મનોહર જોશીએ ગઈ કાલે તેમના ઘરે મતદાન કર્યું હતું. તેઓ નવી દિલ્હી લોકસભા મતદારસંઘના મતદારો છે. ચૂંટણીપંચે ૮૫ વર્ષ કે તેથી વધારે ઉંમરના મતદારો અને ૪૦ ટકાથી વધારે શારીરિક અક્ષમતા ધરાવતા લોકોને તેમના ઘરેથી મતદાન કરી શકે એવી સુવિધા પૂરી પાડી છે અને એના અન્વયે તેમણે પોતાના ઘરેથી મતદાન કર્યું હતું. નવી દિલ્હી લોકસભા મતદારસંઘમાં ૨૫ મેએ મતદાન છે.