Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પાંચ જિલ્લા બનાવવામાં આવશે

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પાંચ જિલ્લા બનાવવામાં આવશે

Published : 27 August, 2024 08:23 AM | IST | Ladakh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પાંચ જિલ્લાનાં નામ ઝંસ્કાર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ રહેશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિભાજન બાદ તૈયાર કરવામાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં હવે કેન્દ્ર સરકારે પાંચ જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. આ પાંચ જિલ્લાનાં નામ ઝંસ્કાર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ રહેશે. આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આના કારણે સુવિધા અને સેવાઓ લોકો સુધી પહોંચાડવામાં મદદ મળશે. પાંચ જિલ્લા ઊભા કરવા માટે મૂલ્યાંકન કરવા સરકારે કમિટી બનાવી છે જે ત્રણ મહિનામાં એનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપશે. આ પહેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે એક વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના નિર્માણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણને નજરમાં રાખીને કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી સરકારની યોજનાઓનો લાભ લોકોના ઘર સુધી પહોંચે એનો આ પ્રયાસ છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2024 08:23 AM IST | Ladakh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK