L and T Chairman on Work Culture: કર્મચારીઓ સાથેની વાતચીત દરમિયાન, એસ.એન. સુબ્રમણ્યમને પૂછવામાં આવ્યું કે લાર્સન એન્ડ ટુબ્રો, એક અબજો ડોલરનું જૂથ, હજુ પણ શનિવારે તેના કર્મચારીઓ પાસેથી કામ કેમ કરાવી રહ્યું છે.
શેખરીપુરમ નારાયણમ સુબ્રમણ્યમ (તસવીર: સોશિયલ મીડિયા)
દેશની ખૂબ જ મોટી કંપનીઓના ફાઉન્ડર અને સીઇઓ “અઠવાડિયામાં 70 કલાક કામ કરવું જોઈએ” એવા અનેક નિવેદનો આપી ટીકાનો ભોગ બની રહ્યા છે. આ બધી ટીકાઓ છતાં લાર્સન એન્ડ ટુબ્રો આ આઇટી (L and T Chairman on Work Culture) કંપનીના ચેરમેને કર્મચારીઓએ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ એવું કહ્યું અને હવે તેઓ ટીકાનો ભોગ બન્યા છે. કર્મચારીઓ સાથેની વાતચીત દરમિયાન, એસ.એન. સુબ્રમણ્યમને પૂછવામાં આવ્યું કે લાર્સન એન્ડ ટુબ્રો, એક અબજો ડોલરનું જૂથ, હજુ પણ શનિવારે તેના કર્મચારીઓ પાસેથી કામ કેમ કરાવી રહ્યું છે. જે સામે સુબ્રમણ્યમે જવાબ આપ્યો કે તેમને રવિવારે પણ તેમના કર્મચારીઓ પાસેથી કામ ન કરાવી શકવાનો મને અફસોસ છે.
સુબ્રમણ્યમે (L and T Chairman on Work Culture) કહ્યું "મને દુ:ખ છે કે હું તમને રવિવારે કામ કરાવી શકતો નથી. જો હું તમને રવિવારે કામ કરાવી શકું, તો હું વધુ ખુશ થઈશ, કારણ કે હું રવિવારે કામ કરું છું," રેડિટ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં સુબ્રમણ્યમને કહેતા સાંભળવામાં આવ્યા. "તમે ઘરે બેસીને શું કરો છો? તમે તમારી પત્નીને કેટલો સમય જોઈ શકો છો?" લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેને કહ્યું "ચાલો, ઓફિસમાં જઈને કામ શરૂ કરો." સુબ્રમણ્યમે એક ચીની વ્યક્તિ સાથેની તેમની વાતચીતનું ઉદાહરણ આપ્યું જેણે દાવો કર્યો હતો કે ચીન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને હરાવી શકે છે. એવું કેમ છે તે પૂછતાં, ચીની વ્યક્તિએ દાવો કર્યો કે ચીની લોકો અઠવાડિયામાં 90 કલાક કામ કરે છે, જ્યારે અમેરિકનો અઠવાડિયામાં ફક્ત 50 કલાક કામ કરે છે.
ADVERTISEMENT
L&T Chairman says “ he regrets he’s not able to make us work on Sunday and Sunday’s, 90hrs a week” in a response to his employee remarks
byu/5seb4C inIndiaCareers
“તો આ તમારા માટે જવાબ છે. જો તમારે દુનિયામાં ટોચ પર રહેવું હોય તો તમારે અઠવાડિયામાં 90 કલાક (L and T Chairman on Work Culture) કામ કરવું પડશે. મિત્રો, આગળ વધો. ચાલો,” તેમણે કહ્યું. આ વીડિયો રેડિટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો જ્યાં એસએન સુબ્રમણ્યમ તેમની ટિપ્પણીઓ માટે ટીકાનો ભોગ બન્યા હતા. ટિપ્પણી વિભાગમાં ઘણા લોકોએ તેમની તુલના ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ સાથે કરી હતી, જેમણે અગાઉ રાષ્ટ્ર નિર્માણ માટે યુવાનોએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવું જોઈએ તે કહેવા બદલ ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
રેડિટ પર, લોકોએ પૂછ્યું કે ઓછા પગારવાળા કર્મચારીઓ પાસેથી સીઈઓ જેટલા જ કલાકો કેમ કામ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. “મને ચીન સાથે સ્પર્ધા કરવામાં કોઈ વાંધો નથી. ચીનને (L and T Chairman on Work Culture) નંબર વન બનવા દો; તેનાથી મને કોઈ ફરક પડતો નથી. હું ફક્ત મારા પરિવાર સાથે બેસીને મારા પ્રિયજનો સાથે પૃથ્વી પરના મર્યાદિત સમયનો આનંદ માણવા માગુ છું,” એક રેડિટ યુઝરે લખ્યું. “હું ગઈકાલે તે ભાષણમાં હતો. L&T માં કોઈએ પૂછ્યું કે શું તમે બે દિવસ બીમાર પડો તો જ બીમારીની રજા મંજૂર થાય છે, શા માટે અને કેવી રીતે આપણે ફક્ત એક જ દિવસે બીમાર પડી શકીએ? તેમણે કહ્યું, `તો પછી બીમાર ન પડો`,” બીજાએ દાવો કર્યો. “એટલા માટે જ ભારતમાં સરકારી નોકરીઓનો ક્રેઝ ચરમસીમાએ છે. ખાનગી ક્ષેત્ર ફક્ત કર્મચારીઓને હેરાન કરવામાં જ સારું છે,” એક રેડિટ યુઝરે કહ્યું. “નારાયણ મૂર્તિ પણ 70 કલાક કહી રહ્યા હતા. આ માણસ 90 કલાક કહી રહ્યો છે..” આવી ડઝનબંધ ટિપ્પણીઓમાંથી આ પોસ્ટ પર છે.
અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે એક પોસ્ટની જાણ કરી અને લખ્યું, "આવા વરિષ્ઠ હોદ્દા પરના લોકો આવા નિવેદનો આપતા જોઈને આઘાત લાગે છે. #MentalHealthMatters."