ભારતમાં કુંભમેળામાં કોઈ દુર્ઘટના થાય એ નવી વાત નથી. સ્વતંત્ર ભારતમાં ૧૯૫૪માં પહેલો કુંભમેળો પ્રયાગરાજમાં આયોજિત થયો હતો
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં કુંભમેળામાં કોઈ દુર્ઘટના થાય એ નવી વાત નથી. સ્વતંત્ર ભારતમાં ૧૯૫૪માં પહેલો કુંભમેળો પ્રયાગરાજમાં આયોજિત થયો હતો, જેમાં ભારે ભીડને કારણે થયેલી ભાગદોડમાં ૮૦૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં. ત્યાર બાદ ૧૯૮૬, ૨૦૦૩, ૨૦૧૦ અને ૨૦૧૩માં પણ અલગ-અલગ કુંભમેળામાં નાસભાગની ઘટનાઓ બની હતી. ૧૯૮૬માં હરિદ્વારના કુંભમેળામાં ૨૦૦, ૨૦૦૩માં નાશિકના કુંભમેળામાં ૩૯, ૨૦૧૦માં હરિદ્વારના કુંભમેળામાં ૭ અને ૨૦૧૩માં પ્રયાગરાજના કુંભમેળામાં પણ ભારે ભીડને કારણે થયેલી ભાગદોડમાં ૪૨ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જોકે પ્રયાગરાજની આ દુર્ઘટના પ્રયાગરાજ રેલવે-સ્ટેશન પર થઈ હતી.

