યુક્રેનના સંતો અને ભક્તોએ એકસાથે ભજનકીર્તનમાં ભાગ લીધો હતો.
મહાકુંભ ડાયરી
ગઈ કાલે મહાકુંભમાં રશિયા અને યુક્રેનના સંતો અને ભક્તોએ એકસાથે ભજનકીર્તનમાં ભાગ લીધો હતો.
ગઈ કાલે મહાકુંભમાં રશિયા અને યુક્રેનના સંતો અને ભક્તોએ એકસાથે ભજનકીર્તનમાં ભાગ લીધો હતો.
પરિવાર સાથે મહાકુંભ પહોંચી ભાગ્યશ્રી
ADVERTISEMENT
ભારતભરમાં મહાકુંભ 2025ની ધૂમ મચી છે. દેશના ખૂણેખૂણેથી શ્રદ્ધાળુઓ ગંગામાં સ્નાન કરવા માટે આવી રહ્યા છે. મોટા-મોટા નેતાઓથી માંડીને બૉલીવુડની સેલિબ્રિટીઝ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જઈને ડૂબકી મારી રહ્યાં છે. આ વાતાવરણમાં ઍક્ટ્રેસ ભાગ્યશ્રી તેના પરિવાર સાથે મહાકુંભ પહોંચી છે અને આજે ૨૪ જાન્યુઆરીએ સ્નાન કરવાનું તેનું આયોજન છે.
ગઈ કાલે પ્રયાગરાજમાં સંગમ તટ પર મીડિયા સાથે વાત કરતી ભાગ્યશ્રી.
મહાકુંભમાં ભાગ લેવા આવેલી ભાગ્યશ્રીએ મીડિયા સાથે ખૂલીને વાત કરી હતી અને કુંભમેળાની વ્યવસ્થા તથા મૅનેજમેન્ટ વિશે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. ભાગ્યશ્રીએ જણાવ્યું હતું કે ‘અહીં મને બહુ સારું લાગી રહ્યું છે. હું કેટલાંક વર્ષો પહેલાં પ્રયાગરાજ આવી હતી, પણ ત્યારે કુંભમેળો પૂરો થઈ ગયો હતો. આજે તો અહીંનું વાતાવરણ એકદમ અલગ છે. અમે મેળામાં ફર્યાં અને અલગ-અલગ શિબિરોમાં જઈને સંતોના આશીર્વાદ લીધા. હવે સ્નાન કરવાનું આયોજન છે. સરકાર દ્વારા આ કુંભમેળાનું આયોજન બહુ સારી રીતે કરવામાં આવ્યું છે જેને કારણે એ આખી દુનિયાના લોકોને આકર્ષિત કરી રહ્યો છે.’