મહાકુંભમાં નાગા સાધુ અને અઘોરી સાધુ સાથે ઘણી ડિગ્રીઓ ધરાવતા સાધુ-સંતો પણ જોવા મળી રહ્યા છે જેમાં એક સાધુ અભય સિંહ IIT-બૉમ્બેમાંથી ઍરોસ્પેસ એન્જિનિયરિંગ ભણી ચૂક્યા છે.
અભય સિંહ
મહાકુંભમાં નાગા સાધુ અને અઘોરી સાધુ સાથે ઘણી ડિગ્રીઓ ધરાવતા સાધુ-સંતો પણ જોવા મળી રહ્યા છે જેમાં એક સાધુ અભય સિંહ IIT-બૉમ્બેમાંથી ઍરોસ્પેસ એન્જિનિયરિંગ ભણી ચૂક્યા છે. આધ્યાત્મિકતા માટે તેમણે સાયન્સનું ફીલ્ડ છોડી દીધું છે. વિવિધ ટીવી-ચૅનલોને ઇન્ટરવ્યુ આપી રહેલા આ સાધુની સ્પીચ સારી હોવાથી તેમને પૂછવામાં આવ્યું કે તમે સારી રીતે વાતચીત કરો છે, ભણેલા લાગો છો ત્યારે તેમણે કહ્યું હતું કે મેં IIT -બૉમ્બેમાં ઍરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. મુલાકાત લેનારે બાબાને પૂછ્યું કે તમે આ અવસ્થામાં કેવી રીતે આવ્યા ત્યારે તેમણે કહ્યું કે યે અવસ્થા તો સબસે બેસ્ટ અવસ્થા હૈ, જો તમે વધારે જ્ઞાન સંપાદિત કરો તો તમે ક્યાં પહોંચશો? છેવટે તો તમે અહીં જ પહોંચવાના છો.
આ બાબા હરિયાણામાં જન્મ્યા હતા. મુંબઈમાં IITમાં તેમણે ચાર વર્ષ ઍરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે આર્ટ્સ લાઇનમાં જઈને માસ્ટર્સ ઇન ડિઝાઇનની ડિગ્રી મેળવી હતી. તેમણે કહ્યું હતું કે ભણીને તમે જીવનનો અર્થ શોધો છો, જ્યારે હું એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો ત્યારે પણ જીવનનો અર્થ શું છે એ સમજવા માટે મેં મૉડર્નાઇઝેશન યુગના સૉક્રેટિસ, પ્લેટોને સમજવાના ફિલોસૉફીના કોર્સ કર્યા હતા. મેં છોકરાઓને ફિઝિક્સ પણ ભણાવ્યું છે.