કલકત્તાની હચમચાવી નાખતી ઘટના પર આયુષમાન ખુરાનાનું દર્દ છલકાયું, કવિતાના માધ્યમથી રજૂ કરી દિલની વાત
આયુષમાન ખુરાના
કલકત્તાની સરકારી હૉસ્પિટલમાં ૩૧ વર્ષની પોસ્ટ-ગ્રૅજ્યુએટ ટ્રેઇની ડૉક્ટર સાથે જે અમાનવીય વર્તન થયું છે એના પડઘા આખા દેશમાં પડી રહ્યા છે. લોકોના પ્રાણની રક્ષા કરવા માટે સજ્જ થતી ડૉક્ટર પોતે જ ૯ ઑગસ્ટની રાતે હિંસા અને અત્યાચારનો ભોગ બની. તેની સાથે બળાત્કાર કરીને તેની કરપીણ હત્યા કરવામાં આવી છે એને જોતાં સૌકોઈ કાર્યસ્થળ પર મહિલાઓની સલામતીને લઈને સવાલ કરી રહ્યા છે. આરોપીને સખત સજા આપવામાં આવે એવી લોકોની માગણી છે. એવામાં આયુષમાન ખુરાનાએ એ ઘટનાને કવિતાના માધ્યમથી હૃદયસ્પર્શી વાચા આપી છે. ઇન્સ્ટાગ્રામ પર કવિતા શૅર કરીને આયુષમાન કહે છે...
મૈં ભી બિના કુંડી લગા કર સોતી
કાશ મૈં ભી લડકા હોતી
ADVERTISEMENT
ઝલ્લી બનકર દૌડતી ઉડતી,
સારી રાત દોસ્તો કે સાથ ફિરતી
કાશ મૈં ભી લડકા હોતી
કહતે સુના હૈ સબકો
કિ લડકી કો પઢાઓ લિખાઓ,
સશક્ત બનાઓ ઔર
જબ પઢ-લિખકર ડૉક્ટર બનતી
મેંરી માં ન ખોતી ઉસકી આંખો કા મોતી
કાશ મૈં ભી લડકા હૌતી
છત્તીસ ઘંટે કા લગાતાર કાર્ય દુશ્વાર હુઆ,
બહિષ્કાર હુઆ, બલાત્કાર હુઆ,
પુરુષ કે વહશીપન સે સાક્ષાત્કાર હુઆ
કાશ ઉન પુરુષોં મેં ભી થોડે સે
સ્ત્રીપન કી કોમલતા હોતી
કાશ મૈં ભી લડકા હૌતી
કહતે હૈં CCTV નહીં થા,
હોતા તો ભી ક્યા હોતા,
એક પુરુષ સુરક્ષાકર્મી
જો ઉસ પર નઝર રખતા
ઉસકી નઝર ભી કિતની પાક હોતી
કાશ મૈં ભી લડકા હૌતી
અગર મૈં એક લડકા હોતી
શાયદ આજ મૈં ઝિંદા હોતી
૦૦૦