કોલકાતા પોલીસે મંગળવારે કોના એક્સપ્રેસ વે પર હાવડા બ્રિજ અને સંતરાગાચી રેલવે સ્ટેશન નજીક દેખાવકારોને વિખેરવા માટે લાઠીચાર્જ (Kolkata Protest)નો આશરો લીધો હતો
પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ મંગળવારે (27 ઑગસ્ટ) આક્ષેપ કર્યો હતો કે પોલીસે કોલકાતા અને હાવડામાં `નબન્ના અભિજન` (Kolkata Protest) કૂચમાં શાંતિપૂર્ણ રીતે ભાગ લેનારાઓ સામે `ક્રૂર કાર્યવાહી` કરી છે. દરમિયાન, ભાજપે કોલકાતાની રેલીમાં ઘાયલ થયેલા વિરોધીઓના સમર્થનમાં 28 ઓગસ્ટે 12 કલાકના `બંગાળ બંધ`નું આહ્વાન કર્યું છે. કેન્દ્રીય મંત્રી અને પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે મંગળવારે જણાવ્યું હતું કે, “પશ્ચિમ બંગાળ ભાજપે આવતીકાલે (28 ઑગસ્ટ) 12 કલાકના પશ્ચિમ બંગાળ બંધનું આહ્વાન કર્યું છે.”