કોલકાતામાં એક મહિલાએ પોતાના ઘરના ટોયલેટમાં બાળકને જન્મ આપ્યો, પછી તેને ટોયલેટની બારી તોડીને બહાર ગટરમાં ફેંકી દીધું. મહિલાને માસ્કિ સ્ત્રાવ આવતો હોવાથી તેનો ખ્યાલ નહોતો કે તે પ્રેગ્નન્ટ છે.
પ્રતીકાત્મક તસવીર
કોલકાતા(Kolkata)માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં અહીં એક મહિલાએ પોતાના ઘરના ટોયલેટમાં બાળકને જન્મ આપ્યો, પછી તેને ટોયલેટની બારી તોડીને બહાર ગટરમાં ફેંકી દીધું. આજુબાજુના લોકોએ જ્યારે આ જોયું તો તેમણે પોલીસને જાણ કરી. જે બાદ પોલીસે બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં સારવાર દરમિયાન બીજા દિવસે બાળકનું મોત થયું હતું.
શું છે સમગ્ર મામલો
મહિલાની ઓળખ નિકોલા સ્ટેનિસ્લોસ (32) તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે શનિવારે સાંજે લગભગ 4.30 વાગ્યે મહિલા શૌચાલયમાં ગઈ હતી. આ દરમિયાન તેણે એક બાળકને જન્મ આપ્યો. અચાનક બાળકના જન્મથી મહિલાને કંઈ સમજાયું નહીં અને ટોયલેટની બારી તોડીને બારીમાંથી બાળકને ગટરમાં ફેંકી દીધું. જ્યારે સ્થાનિક લોકોએ બારી તૂટવાનો અવાજ સાંભળ્યો તો તેઓએ જોયું કે મહિલા બારીમાંથી કંઈક ફેંકી રહી હતી.
ADVERTISEMENT
આ અંગે સ્થાનિક લોકોએ નાળા પાસે જઈને એક નવજાત બાળક ગટરમાં જોયું હતું. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, બાળકને નાળામાંથી બહાર કાઢ્યો અને હોસ્પિટલમાં દાખલ કર્યો. બાળકની હાલત નાજુક હોવાથી સારવાર દરમિયાન રવિવારે સવારે તેનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: Pakistan:કબાલ શહેરમાં પોલીસ સ્ટેશન પર મોટો આત્મઘાતી હુમલો, 12ના મોત, 40 ઘાયલ
મહિલાએ જણાવ્યું કે તેણે બાળકને કેમ ગટરમાં ફેંકી દીધું
પોલીસ પૂછપરછ દરમિયાન નિકોલાએ જણાવ્યું હતું કે તેણીને તેણીની ગર્ભાવસ્થા વિશે જાણ નહોતી કારણ કે તેણીને છેલ્લા ઘણા મહિનાઓથી માસિક સ્રાવ આવી રહ્યો હતો. નિકોલાએ જણાવ્યું કે જ્યારે તે ટોયલેટમાં ગઈ અને બાળકનો જન્મ થયો ત્યારે તે સમજી શકતી ન હતી કે શું કરવું અને આ મૂંઝવણમાં તેણે બારી તોડીને બાળકને ગટરમાં ફેંકી દીધું.
દારૂની વ્યસની સ્ત્રી
પોલીસે જણાવ્યું કે આરોપી મહિલા નિકોલા અને તેનો પતિ જૂન 2022થી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. બંનેએ ગયા વર્ષે નવેમ્બરમાં લગ્ન કર્યા હતા. બંને દારૂના વ્યસની છે. પોલીસનું કહેવું છે કે આરોપી મહિલાની માનસિક સ્થિતિ સારી નથી અને તે છેલ્લા બે-ત્રણ મહિનાથી બહુ ઓછી વાત કરતી હતી. તબીબોનું કહેવું છે કે બાળકનો જન્મ સાત મહિનામાં થયો હતો અને ગર્ભાવસ્થા દરમિયાન જ તેને ઈજા થઈ હતી, જેના કારણે મહિલાને બ્લીડિંગ થયું હતું અને મહિલાએ આ લોહીને માસિક સ્ત્રાવ સમજ્યો. પોલીસે મહિલા વિરુદ્ધ આઈપીસીની કલમ 315 હેઠળ કેસ નોંધ્યો છે. મહિલાએ પોતાનો ગુનો પણ સ્વીકારી લીધો છે.