મને જેલ કે પોલીસ-કસ્ટડીમાં જવાનો ડર લાગતો નથી.’ - અમ્રિતપાલ
ખાલિસ્તાની નેતા અમ્રિતપાલ સિંહ
ખાલિસ્તાની નેતા અમ્રિતપાલ સિંહે એક વિડિયો રિલીઝ કરીને દુનિયાભરના સિખોને ઉશ્કેરવાની કોશિશ કર્યાને એક દિવસ બાદ હવે સોશ્યલ મીડિયા પર એક ઑડિયો ક્લિપ વાઇરલ થઈ રહી છે, જેમાં અમ્રિતપાલનો અવાજ હોવાનું જણાવાયું છે.
આ ઑડિયોમાં એક વ્યક્તિ પંજાબી ભાષામાં વાત કરતો સંભળાય છે અને તે પોતાની જાતને અમ્રિતપાલ સિંહ ગણાવે છે. આ ઑડિયો ક્લિપમાં અમ્રિતપાલે સરેન્ડર થવા માટે પંજાબ સરકાર સમક્ષ કેટલીક શરતો મૂકી હોવાનો ઇનકાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘એ બધી અફવાઓ છે. મેં સરકાર સમક્ષ સરેન્ડર થવા માટે કોઈ માગણી મૂકી નથી. મને જેલ કે પોલીસ-કસ્ટડીમાં જવાનો ડર લાગતો નથી.’
ADVERTISEMENT
દરમ્યાનમાં અમ્રિતપાલના વિડિયો વિશે સોર્સિસે જણાવ્યું હતું કે આ વિડિયો ત્રણ આઇપી ઍડ્રેસથી સર્ક્યુલેટ થયો હતો. એને ત્રણ દિવસ પહેલાં ઉત્તર પ્રદેશમાં રેકૉર્ડ કરવામાં આવ્યો હતો. એ ક્લિપને યુનાઇટેડ કિંગડમથી અપલોડ કરવામાં આવી હતી.