તીર્થધામ વૈષ્ણોદેવીમાં બાંધવામાં આવનારા રોપવેના વિરોધમાં ત્રણ દિવસની હડતાળ બાદ ગઈ કાલે કટરામાં સ્થાનિક પિઠ્ઠુ, ટટ્ટુ, પાલખીવાળા, સ્થાનિક દુકાનદારો અને મજૂરોએ જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
કટરામાં સ્થાનિક પિઠ્ઠુ, ટટ્ટુ, પાલખીવાળા, સ્થાનિક દુકાનદારો અને મજૂરોએ જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું
જમ્મુ અને કાશ્મીરના પ્રસિદ્ધ તીર્થધામ વૈષ્ણોદેવીમાં બાંધવામાં આવનારા રોપવેના વિરોધમાં ત્રણ દિવસની હડતાળ બાદ ગઈ કાલે કટરામાં સ્થાનિક પિઠ્ઠુ, ટટ્ટુ, પાલખીવાળા, સ્થાનિક દુકાનદારો અને મજૂરોએ જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. ભીડે પોલીસ પર પણ હુમલો કર્યો હતો જેમાં એક પોલીસ ઘાયલ થયો હતો. વધારાનાં પોલીસ દળોની તહેનાતીથી પ્રશાસને ભીડ પર કાબૂ મેળવી લીધો હતો. સ્થાનિક લોકોની માગણી છે કે આ રોપવે યોજનાને બંધ કરવામાં આવે અથવા એનાથી પ્રભાવિત થનારા લોકોને યોગ્ય વળતર આપવામાં આવે.