ઘણી જગ્યાએ અમૂલની પ્રોડક્ટ રસ્તા પર ફેંકીને એનો વિરોધ કર્યો હતો
બૅન્ગલોરમાં અમૂલ બ્રૅન્ડનો વિરોધ કરી રહેલા કાર્યકરો.
રાજ્યમાં અમૂલ બ્રૅન્ડના પ્રવેશનો વિરોધ કરી રહેલા કર્ણાટક રક્ષણા વેદિકેના ઘણા કાર્યકરોને ગઈ કાલે વિરોધ-પ્રદર્શન દરમ્યાન અટકમાં લેવાયા હતા. તેમણે ઘણી જગ્યાએ અમૂલની પ્રોડક્ટ રસ્તા પર ફેંકીને એનો વિરોધ કર્યો હતો. અમૂલે તાજેતરમાં ઘોષણા કરી હતી કે બૅન્ગલોરમાં એ એની ડેરી પ્રોડક્ટ વેચશે. વિપક્ષ કૉન્ગ્રેસ અને જેડીએસ અમૂલના રાજ્યમાં પ્રવેશ સામે વિરોધ કરી રહ્યાં છે. રાજ્યના મુખ્ય પ્રધાન બોમ્માઈએ કહ્યું કે નંદિની સારી બ્રૅન્ડ છે. કૉન્ગ્રેસ અને જેડીએસ વિધાનસભાની ચૂંટણીને કારણે રાજકારણ રમી રહ્યાં છે. કૉન્ગ્રેસના નેતા ડી. કે. શિવકુમારે કહ્યું કે ‘નંદિની બ્રૅન્ડ ગુજરાતની અમૂલ બ્રૅન્ડ કરતાં ઘણી સારી પ્રોડક્ટ છે. અમને અમૂલની કોઈ જરૂર નથી.’