જસ્ટિસ એમ. નાગપ્રસન્નાએ આ મૂવીના સૉન્ગ્સ માટેના કૉપીરાઇટની માલિકી ધરાવતા એમઆરટી મ્યુઝિક દ્વારા દાખલ કરાયેલા ક્રિમિનલ કેસની કાયદેસરતા સામે સવાલ ઉઠાવીને કૉન્ગ્રેસના લીડર્સની સંયુક્ત અરજીને ફગાવી હતી
રાહુલ ગાંધી
કર્ણાટક હાઈ કોર્ટે કૉપીરાઇટનો ભંગ કરીને ભારત જોડો યાત્રા માટેના ઑનલાઇન કૅમ્પેન માટે કન્નડ મૂવી ‘કેજીએફ ચૅપ્ટર-2’ના એક સૉન્ગનો ઉપયોગ કરવા બદલ કૉન્ગ્રેસના લીડર્સ રાહુલ ગાંધી, જયરામ રમેશ અને સુપ્રિયા શ્રિનાટેની વિરુદ્ધનો એફઆઇઆર રદ કરવાની માગણીને ગઈ કાલે ફગાવી હતી. જસ્ટિસ એમ. નાગપ્રસન્નાએ આ મૂવીના સૉન્ગ્સ માટેના કૉપીરાઇટની માલિકી ધરાવતા એમઆરટી મ્યુઝિક દ્વારા દાખલ કરાયેલા ક્રિમિનલ કેસની કાયદેસરતા સામે સવાલ ઉઠાવીને કૉન્ગ્રેસના લીડર્સની સંયુક્ત અરજીને ફગાવી હતી. અદાલતે આ કૉપીરાઇટ પર તરાપનો મામલો હોવાનું જણાવ્યું.