પ્રવીણ સૂદ 1986 બેચના IPS ઑફિસર છે. પ્રવીણ સૂદનું નામ સીબીઆઈ ડાયરેક્ટર પદની રેસમાં પહેલાથી જ આગળ હતું
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટકના પોલીસ મહાનિર્દેશક (DGP) પ્રવીણ સૂદ (Praveen Sood)ને ભારત સરકાર દ્વારા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રવીણ સૂદ 1986 બેચના IPS ઑફિસર છે. પ્રવીણ સૂદનું નામ સીબીઆઈ ડાયરેક્ટર પદની રેસમાં પહેલાથી જ આગળ હતું.
શનિવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવીઈ ચંદ્રચુડ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા અધીર રંજન ચૌધરી વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.
ADVERTISEMENT
બેઠકમાં CBI ડિરેક્ટરના પદ માટે ત્રણ વરિષ્ઠ IPS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, “કમિટીએ એક બેઠક યોજી હતી અને કેબિનેટની નિમણૂક સમિતિને ત્રણ નામ મોકલ્યા હતા, જેમાંથી એકને મંજૂરી આપવામાં આવી છે.”
મીટિંગ દરમિયાન કર્ણાટક, દિલ્હી અને અન્ય રાજ્યોના વરિષ્ઠ IPS અધિકારીઓના નામ પર ચર્ચા થઈ હતી. સીબીઆઈ ડિરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલનો નિશ્ચિત બે વર્ષનો કાર્યકાળ 25 મેના રોજ પૂરો થઈ રહ્યો છે.
મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર અને મહારાષ્ટ્ર કેડરના 1985 બેચના આઈપીએસ અધિકારી જયસ્વાલે 26 મે, 2021ના રોજ સીબીઆઈની બાગડોર સંભાળી હતી. તેમનો કાર્યકાળ આ મહિને પૂરો થઈ રહ્યો છે. સીબીઆઈ ડિરેક્ટરની પસંદગી એક કમિટી દ્વારા કરવામાં આવે છે, જેમાં વડાપ્રધાન, સીજેઆઈ અને લોકસભામાં વિપક્ષના નેતા હોય છે. નિમણૂક બે વર્ષના નિશ્ચિત કાર્યકાળ માટે કરવામાં આવે છે, જ્યારે કાર્યકાળ પાંચ વર્ષ સુધી લંબાવી શકાય છે.
આ પણ વાંચો: પેટાચૂંટણીનાં પરિણામ આપ અને બીજેપીના કૅમ્પમાં ખુશી લાવ્યાં
ઉલ્લેખનીય છે કે વર્ષ 1997 પહેલા સરકાર કોઈપણ સમયે સીબીઆઈ ડિરેક્ટરને હટાવી ક્યારે પણ પદભ્રષ્ટ કરી શકાતા હતા, પરંતુ 1997માં વિનીત નારાયણ કેસ બાદ, સુપ્રીમ કોર્ટે ઓછામાં ઓછા બે વર્ષનો સમયગાળો નિશ્ચિત કર્યો હતો, જેથી ડિરેક્ટર પોતાનું કામ મુક્તપણે કરી શકે. સીબીઆઈના ડિરેક્ટરને હટાવવા માટે આખા કેસની માહિતી સિલેક્શન પેનલને મોકલવી પડે છે. તે જ સમયે, ડિરેક્ટરના સ્થાનાંતરણની પ્રક્રિયામાં, સીવીસી, ગૃહ સચિવ અને સચિવની બનેલી પસંદગી સમિતિ હોવી પણ જરૂરી છે.