પિતાની ગાળોથી રોષે ભરાયેલા વિઠલાએ ક્રોધમાં આવીને લોંખડના પાઈપ વડે તેના પિતા પર હુમલો કર્યો અને ઘા મારી તેમની હત્યા કરી નાખી હતી.
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટક (Karnataka)માં બાગલકોટમાં એક શખ્સે કથિત રીતે પોતાના પિતાની હત્યા કરી તેના શરીરના 32 ટુકડાં કરી નાખ્યાં. અને બાદમાં એ ટુકડાઓને એક ખુલ્લા બોરવેલમાં ફેંકી દીધા હતાં. આ ઘટનાને શ્રદ્ધા વાલકર હત્યાકાંડ (Shraddha Murder case)ની પુનરાવૃત્તિના રૂપમાં જોવામાં આવી રહી છે. હત્યાનો ખુલાસો થતાં પોલીસે અર્થ મુવર્સની મદદથી મૃતદેહના ટુકડાઓને બહાર કાઢ્યા છે. આરોપી પુત્ર વિઠલા કુલાલીની ધરપકડ કરવામાં આવી છે અને તેને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે 6 ડિસેમ્બરે 20 વર્ષીય વિઠલાએ ગુસ્સામાં પોતાના 53 વર્ષીય પિતા પરશુરામ કુલાલીની લોઢાના પાઈપથી હત્યા કરી હતી. પોલીસ અનુસાર પરશુરામ દારૂનો નશો કરી ઘરે આવીને તેના બંને પુત્રોમાંથી નાના વિઠલાને ગાળો આપતો હતો. તેની પત્ની અને મોટો દીકરો બંને અલગ રહે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો:બદલો...અપહરણ અને હત્યા, મા-બાપના મોતનો બદલો લેવા રચી પોતાના મોતની સાજિશ
ગત મંગળવારે પિતાની ગાળોથી રોષે ભરાયેલા વિઠલાએ ક્રોધમાં આવીને લોંખડના પાઈપ વડે તેના પિતા પર હુમલો કર્યો અને ઘા મારી તેમની હત્યા કરી નાખી હતી.
હત્યા કર્યા બાદ વિઠલાએ પિતા પરશુરામના લાશના 32 ટુકડાં કર્યા અને બાદમાં બાગલકોટ જિલ્લાના એક શહેરના ખેતરમાં ખુલ્લા બોરવેલમાં લાશના ટુકડા ફેંકી દીધા હતાં.