વિરુપક્ષપ્પાનો દીકરો પ્રશાંત ગયા મહિને તેમના વતીથી ૪૦ લાખ રૂપિયાની લાંચ સ્વીકારતો પકડાયા બાદ આ કેસમાં તેમને મુખ્ય આરોપી બનાવાયા છે.
બીજેપીના વિધાનસભ્ય મડલ વિરુપક્ષપ્પા તસવીર સૌજન્ય મિડ-ડે
કર્ણાટકના બીજેપીના વિધાનસભ્ય મડલ વિરુપક્ષપ્પાની ગઈ કાલે કર્ણાટક સોપ્સ ઍન્ડ ડિટર્જન્ટ લિમિટેડને સંબંધિત લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. વિરુપક્ષપ્પા કર્ણાટક સોપ્સ ઍન્ડ ડિટર્જન્ટ લિમિટેડના ચૅરમૅન હતા અને ભ્રષ્ટાચારના આ કેસમાં તેમની જામીન અરજી રિસન્ટ્લી રદ કરવામાં આવી હતી. બાતમીના આધારે લોકાયુક્ત પોલીસ દ્વારા બીજેપીના વિધાનસભ્યની ધરપકડ કરવામાં આવી હતી. એ સમયે વિરુપક્ષપ્પા દેવનાગરી જિલ્લાના ચન્નાગિરીથી બૅન્ગલોર જઈ રહ્યા હતા. વિરુપક્ષપ્પાનો દીકરો પ્રશાંત ગયા મહિને તેમના વતીથી ૪૦ લાખ રૂપિયાની લાંચ સ્વીકારતો પકડાયા બાદ આ કેસમાં તેમને મુખ્ય આરોપી બનાવાયા છે.