ધરપકડ બાદ ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાયો
મુનિરત્ના નાયડુ
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાવિધાનસભ્ય મુનિરત્ના નાયડુ સામે ૪૦ વર્ષની એક મહિલાએ ૨૦૨૦થી ૨૦૨૩ વચ્ચે વિધાનભવન સરકારી કાર સહિત અનેક સ્થળે તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં વિધાનસભ્યની ધરપકડ કરવામાં આવી છે અને તેને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આ ઘટનાની જો તે બહાર જાણકારી આપશે તો ગંભીર પરિણામો ભોગવવાં પડશે એવી મહિલાને ધમકી આપવામાં આવી હતી.
મહિલાએ લગાવેલા આરોપ મુજબ ૨૦૨૦થી ૨૦૨૩ સુધી અને એમાં પણ જ્યારે આ નેતા ઑગસ્ટ ૨૦૨૧થી મે ૨૦૨૩ સુધી પ્રધાન હતો ત્યારે તેણે વારંવાર બળાત્કાર કર્યો હતો. આરોપી સામે બળાત્કાર, જાતીય અત્યાચાર સહિતના અનેક ગુના હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કગ્ગલીપુરા પોલીસ-સ્ટેશનની હદમાં આવેલા એક પ્રાઇવેટ રિસોર્ટમાં તેનાપર બળાત્કાર કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આરોપી સામે વિવિધ કેસ હેઠળ કાર્યવાહી થઈ રહી છે. તેની અગાઉ એક કેસમાં ધરપકડ થઈ હતી. તેને એમાં જામીન મળ્યા અને તે કોર્ટની બહાર આવતો હતો ત્યારે બળાત્કારના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.