પાર્ટી તરફથી તેમને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આની અટકળો પહેલાથી લાગી રહી હતી, હવે પાર્ટીએ જાહેરાત પણ કરી દીધી છે. મોટી વાત એ છે કે નડ્ડા 2024 સુધી પાર્ટીની કમાન સંભાળશે, એટલે કે લોકસભા ચૂંટણી તેમના જ નેતૃત્વમાં લડવામાં આવશે.
જેપી નડ્ડા (ફાઈલ તસવીર)
જેપી નડ્ડા (JP Nadda) એક વર્ષ માટે હજી બીજેપીના (Bharatiya Janata Party) અધ્યક્ષ રહેવાના છે. પાર્ટી તરફથી તેમને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આની અટકળો પહેલાથી લાગી રહી હતી, હવે પાર્ટીએ જાહેરાત પણ કરી દીધી છે. મોટી વાત એ છે કે નડ્ડા 2024 સુધી પાર્ટીની કમાન સંભાળશે, એટલે કે લોકસભા ચૂંટણી તેમના જ નેતૃત્વમાં લડવામાં આવશે.
શાહનો વિશ્વાસ, નડ્ડાને 2024 સુધીનું એક્સટેન્શન
ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) જણાવ્યું કે પાર્ટી બેઠરમાં રાજનાથ સિંહે (Rajnath Singh) પ્રસ્તાવ મૂક્યો હતો અને બીજેપી કાર્યકારિણી દ્વારા તેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો. તેમણે કહ્યું કે આપણાં સંવિધાન પ્રમાણે સંગઠનની ચૂંટણી થાય છે. આ વર્ષ સભ્યતાનું વર્ષ છે, કોવિડને કારણે સમયસર સભ્યતાનું કામ થઈ શક્યું નહોતું, આ માટે સંવિધાન પ્રમાણે કાર્ય વિસ્તાર કરવામાં આવ્યો છે. એવામાં રાજનાથ સિંહે પ્રસ્તાવ મૂક્યો, સર્વસમ્મતિથી સમર્થન મળ્યું. હવે નડ્ડાજી જૂન 2024 સુધી અધ્યક્ષ બની રહેશે. તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેવાથી અમારો બિહારમાં સૌથી વધારે સ્ટ્રાઈક રેટ રહ્યો, મહારાષ્ટ્રમાં પણ NDAએ બહુમત મેળવ્યો. યૂપીમાં પણ જીત્યા, બંગાળમાં અમારી સંખ્યા વધી. ગુજરાતમાં અમે પ્રચંડ વિજય મેળવ્યો. ઉત્તર પૂર્વમાં પણ કામ કર્યું.
ADVERTISEMENT
2019નો રેકૉર્ડ તોડવાનું લક્ષ્ય
અમિત શાહે આ વાત પર જોર આપ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં જેપી નડ્ડા સાથે 2024ની લોકસભા ચૂંટણીમાં હજી વધારે પ્રદર્શન કરવામાં આવશે. 2019થી વધારે સીટ જીતવામાં આવશે. હવે માહિતી માટે જણાવવાનું કે જેપી નડ્ડાએ અમિત શાહ પાસેથી પાર્ટીની કમાન પોતાના હાથમાં લીધી હતી. જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ પ્રચંડ બહુમત સાથે કમબૅક કર્યું હતું, ત્યારે અમિત શાહને કેન્દ્રની રાજનીતિમાં લાવવામાં આવ્યા હતા. તેમને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. તો જેપી નડ્ડાને પાર્ટી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવાયો.
આ પણ વાંચો : શિવસેના સિમ્બૉલ વિવાદ: `નામ અને ચૂંટણી ચિહ્ન` મામલે આજે ચૂંટણી પંચમાં સુનાવણી
પીએમ મોદી સાથે નડ્ડાનું બેહતરીન તાલમેલ
મોટી વાત એ છે કે જે પી નડ્ડા, વડાપ્રદાન નરેન્દ્ર મોદીના પણ નિકટતમ માનવામાં આવે છે. બન્ને નેતાઓએ પોતાના રાજનૈતિક કરિઅરની શરીઆતમાં જમીન પર સંગઠનને મજબૂત કરવાનું કામ કર્યું છે. અનેક અવસરે પાર્ટીના કાર્યક્રમોને સાથે આગળ વધારવાનું કામ કર્યું છે. એવામાં તે બહેતર તાલમેલને જોતા 2024નું રણ પણ જેપી નડ્ડાના નેતૃત્વમાં લડવાની તૈયારી છે. જેપી નડ્ડાએ તો તે મોટી પરીક્ષા માટે પણ રૂપરેખા તૈયાર કરી લીધી છે.
આ પણ વાંચો : Bharat Jodo Yatraમાં રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક, આટલો નજીક પહોંચ્યો યુવક
બીજેપીની કાર્યકારિણી બેઠકમાં શું થયું?
કાલે બીજેપી રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં જેપી નડ્ડાએ કહ્યું હતું કે પાપ્ટીને આ વર્ષે પણ 9 રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં જીત નોંધવવાની હશે. તે જીત જ 2024 માટે મજબૂત પિચ તૈયાર કરશે. આમ તો આ મજબૂત પિચ માટે અનેક કાર્યકારિણી બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવી છે. હંમેશાની જેમ બીજેપીનું પ્રાઈમ ફોકસ આ વખતે પણ બૂથ મેનેજમેન્ટ રહેવાનો છે. જમીન પર સંગઠન મજબૂત હોય, પાર્ટીની દરેક યોજનાનો પ્રચાર દરેક ઘર સુધી હોય, આને લઈને મંથન થયું છે. બીજેપી નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું કે નબળાં બૂથને મજબૂત કરવાના ક્રમમાં 72 હજાર બૂથને ચિહ્નિત કરવામાં આવ્યા હતા. પીએમના નિર્દેશ પર જમીનીસ્તરે સ્થિતિનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું. હાલ પાર્ટી એક લાખ ત્રીસ હજાર બૂથ સુધી પહોંચી છે. એટલે કે લક્ષ્ય કરતા આગળ ચાલી રહી છે.