કાળિયાર કેસમાં ખોટું સોગંદનામું રજૂ કરવા બદલ સલમાન ખાને માફી માગી
સલમાન ખાન
બૉલીવુડ અભિનેતા સલમાન ખાને તેના પર ચાલી રહેલા કાળિયારના શિકાર કેસમાં ખોટું સોગંદનામું જમા કરાવવા બદલ ગયા મંગળવારે માફી માગતાં આ સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર સલમાને જણાવ્યું છે કે આ ભૂલથી થયું હતું.
સલમાન ખાનના વકીલ હસ્તીમલ સારસ્વતે જણાવ્યું હતું કે, ૮ ઑગસ્ટ, ૨૦૦૩ના રોજ ભૂલથી અદાલતને ખોટી એફિડેવિટ સુપરત કરવામાં આવી હતી.

