૧૮ ડબ્બા ખડી પડ્યાઃ બેનાં મોત, ૨૦ પ્રવાસી ઘાયલ
તસવીર સૌજન્ય : એજન્સી
મુંબઈ આવી રહેલી હાવડા-મુંબઈ મેલના ૧૮ ડબ્બા ગઈ કાલે સવારે ૩.૪૫ વાગ્યે ઝારખંડમાં બડાબામ્બુ પાસે પાટા પરથી ખડી પડતાં બે પ્રવાસીઓનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૨૦ પ્રવાસી ઘાયલ થયા હતા.
ADVERTISEMENT
આ દુર્ઘટના વિશે મળેલી જાણકારી મુજબ એક માલગાડી સવારે ૩.૩૩ વાગ્યે બડાબામ્બુ સ્ટેશન પાસેથી પસાર થઈ હતી અને બે કિલોમીટર આગળ જઈને ૩.૩૯ વાગ્યે માલગાડીની વીસમી બોગી પાટા પરથી ખડી પડી હતી. માલગાડીના ડ્રાઇવરે આ ઘટનાની જાણકારી કન્ટ્રોલ રૂમને આપી હતી, પણ કોઈ પગલાં લેવામાં આવે એ પહેલાં ૬ મિનિટ બાદ પાછળ આવી રહેલી હાવડા-મુંબઈ મેલ આ ખડી પડેલી બોગી સાથે ટકરાઈ હતી અને ટ્રેનના ૧૮ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા.
જમશેદપુરથી ૮૦ કિલોમીટર દૂર આ દુર્ઘટના બની હતી. ઘટનાસ્થળે બચાવકાર્ય ચાલુ છે.