વિનંતી કરવા છતાં પાછું ન મળ્યું
ફાઇલ તસવીર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારનો પ્રચાર કરતી વખતે મંગળવારે ઝારખંડના ધનબાદ જિલ્લામાં નિરસા વિધાનસભા મતવિસ્તારમાં પીઢ ઍક્ટર મિથુન ચક્રવર્તીનું પર્સ ચોરાઈ ગયું હતું. સભાસ્થળ તરફ જવા માટે મિથુન ચક્રવર્તી ભારે ભીડ વચ્ચેથી માર્ગ કાઢીને મંચ પર આવ્યા ત્યારે આ પર્સ ચોરાયું હતું. આ પર્સ પાછું આપી દેવા માટે રૅલીમાં મંચ પરથી અનાઉન્સરે વારંવાર વિનંતી કરી હતી. આમ છતાં આ પર્સ પાછું મળ્યું નહોતું. આના પગલે મિથુન ચક્રવર્તીએ તેમનો ચૂંટણીપ્રચાર અટકાવી દીધો હતો અને સભાસ્થળેથી જતા રહ્યા હતા. તેમણે સોમવારે પણ પ્રચાર કર્યો હતો.