પ્રદીપ મોદીએ એપ્રિલ ૨૦૧૯માં રાહુલ ગાંધીએ એક ચૂંટણી રૅલીમાં એવી ટિપ્પણી કરી હતી કે શા માટે બધા ચોરોની અટક મોદી છે?ને લઈને માનહાનિનો કેસ કર્યો હતો
રાહુલ ગાંધી ફાઇલ તસવીર
મોદી અટક કેસમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને ઝારખંડ હાઈ કોર્ટે વ્યક્તિગત હાજરી આપવામાંથી મુક્તિ આપી છે. જજ એસ. કે. દ્વિવેદીએ એવો આદેશ આપ્યો હતો કે રાહુલ ગાંધી વિરુદ્ધ કોઈ આકરાં પગલાં લેવામાં ન આવે, રાહુલ ગાંધીએ રાંચીની કોર્ટના આદેશને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં માનહાનિ કેસમાં વ્યક્તિગત રીતે હાજર રહેવા જણાવ્યું હતું. આ કેસની ૧૬ ઑગસ્ટે ફેર સુનાવણી થશે. પ્રદીપ મોદીએ એપ્રિલ ૨૦૧૯માં રાહુલ ગાંધીએ એક ચૂંટણી રૅલીમાં એવી ટિપ્પણી કરી હતી કે શા માટે બધા ચોરોની અટક મોદી છે?ને લઈને માનહાનિનો કેસ કર્યો હતો. આ જ પ્રકારના માનહાનિ કેસમાં સુરતની મેટ્રોપૉલિટન કોર્ટે રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા બાદ બે વર્ષની જેલની સજા આપી હતી, જેના લીધે તેમને સંસદસભ્ય તરીકે ગેરલાયક જાહેર કરાયા હતા.