જાતિ આધારિત સર્વેક્ષણ પાડોશી રાજ્ય બિહારના આધારે કરાશે, જ્યાં આવી ગણતરી કરાઈ હતી.’
ચંપાઈ સોરેન, મુખ્યમંત્રી : ઝારખંડ
રાંચી : ઝારખંડના મુખ્ય પ્રધાન ચંપઈ સોરેને રાજ્યમાં જાતિ આધારિત સર્વેક્ષણને લીલી ઝંડી આપી દીધી છે. સર્વેક્ષણનો સંકેત આપતાં ચંપઈ સોરેને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું કે જેની જેટલી વધારે સંખ્યા, એટલી તેમની હિસ્સેદારી. ઝારખંડ તૈયાર છે. મુખ્ય પ્રધાન ચંપઈ સોરેનના પ્રિન્સિપલ સેક્રેટરી વિનય કુમાર ચૌબેએ જણાવ્યું હતું કે ‘ઝારખંડમાં જાતિ આધારિત સર્વેક્ષણ માટે એસઓપી તૈયાર કરાશે, જેને મંજૂરી માટે મંત્રીમંડળ સમક્ષ રજૂ કરાશે. જાતિ આધારિત સર્વેક્ષણ પાડોશી રાજ્ય બિહારના આધારે કરાશે, જ્યાં આવી ગણતરી કરાઈ હતી.’
તેમણે વધુમાં જણાવ્યું કે ‘ગ્રામીણ અને સમાજ કલ્યાણ સહિત ઘણા વિભાગો પર વિચાર કરાયો, પણ સર્વેક્ષણ માટે પર્સોનલ ડિપાર્ટમેન્ટની અંતિમરૂપે પસંદગી કરાઈ. ઝારખંડમાં શાસક ઝારખંડ મુક્તિ મોર્ચા (જેએમએમ), કૉન્ગ્રેસ આરજેડી સરકારના ધારાસભ્યો રાજ્યમાં જાતિ આધારિત સર્વેક્ષણની માગ કરી રહ્યા હતા. તેમણે ઘણી વખત રાજ્ય વિધાનસભામાં માગ પણ કરી હતી. આ મહિને પહેલા અઠવાડિયામાં ભારત જોડો ન્યાય યાત્રાના ઝારખંડ ચરણ દરમ્યાન કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પણ જાતિ આધારિત ગણનાની વકીલાત કરી હતી.

