Jhansi Medical College Fire: ફાયર વિભાગના જવાનોએ વોર્ડની બારીના કાચ તોડી આગને કાબુમાં લીધી હતી અને અન્ય તબીબી સ્ટાફ સાથે બાળકોને બહાર કાઢ્યા હતા
આગની પ્રતીકાત્મક તસવીર
ઝાંસીમાંથી આગ લાગવાની ભયાવહ ઘટના (Jhansi Medical College Fire) સામે આવી હતી, અહીંની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારની મોડી રાત્રે લાગેલી આગને કકારણે ચકચાર મચી જવા પામી છે. રાત્રે 10:30 વાગ્યે શોર્ટ સર્કિટના કારણે લાગેલ અગમ અનેક બાળકોના જીવ ગયાં છે.
૧૦ બાળકો બળી ગયાં
ADVERTISEMENT
ઝાંસીની આ કરુણ આગની ઘટનામાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતા (Jhansi Medical College Fire) જોવા મળ્યા હતા. આ જ કારણોસર અંદર રહેલા બાળકોને બચાવવા માટે કોઈ ત્યાં જઈ શક્યું નહોતું. ફાયર વિભાગના જવાનોએ વોર્ડની બારીના કાચ તોડી આગને કાબુમાં લીધી હતી અને અન્ય તબીબી સ્ટાફ સાથે બાળકોને બહાર કાઢ્યા હતા. મોટાભાગના બાળકો ગંભીર રીતે દાઝી ગયાં હતાં. આ ઘટનામાં ૧૦ બાળકોના મોત થયા છે.
નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથે આ ઘટના બાબતે વ્યક્ત કર્યું દુખ
जनपद झांसी स्थित मेडिकल कॉलेज के NICU में घटित एक दुर्घटना में हुई बच्चों की मृत्यु अत्यंत दुःखद एवं हृदयविदारक है।
— Yogi Adityanath (@myogiadityanath) November 15, 2024
जिला प्रशासन तथा संबंधित अधिकारियों को युद्ध स्तर पर राहत एवं बचाव कार्यों को संचालित कराने के निर्देश दिए हैं।
प्रभु श्री राम से प्रार्थना है कि दिवंगत आत्माओं…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું હતું કે, “હ્રદયવિદારક! ઉત્તર પ્રદેશના ઝાંસીના મેડિકલ કોલેજમાં આગ (Jhansi Medical College Fire) લાગવાથી થયેલ દુર્ઘટના દુખદાયક છે. જેઓએ પોતાના નિર્દોષ બાળકો ગુમાવ્યા છે, તેમના પ્રતિ મારી ઊંડી સંવેદના છે. ઈશ્વર પાસે પ્રાર્થના છે કે તેઓને આ દુખ સહન કરવાની શક્તિ આપે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક પ્રશાસન રાહત અને બચાવના દરેક શક્ય પ્રયાસમાં લાગેલું છે.”
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના બાદ પોતાની સંવેદના વ્યક્ત કરતાં લખ્યું હતું કે, “ઝાંસીના મેડિકલ કોલેજના NICUમાં બનેલી દુર્ઘટનામાં બાળકોના મોત અત્યંત દુખદ અને હ્રદયવિદારક છે. જિલ્લા પ્રશાસન અને સંબંધિત અધિકારીઓને યુદ્ધસ્તરે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે. પ્રભુ શ્રી રામને પ્રાર્થના છે કે દિવંગત આત્માઓને શાંતિ અને ઘાયલ લોકોને જલદી સ્વસ્થતા પ્રાપ્ત થાય”
જે બાળકો ક્રિટિકલ હતા તે જ ૧૦ બાળકો મોતને ભેટ્યાં
રાત્રે લગભગ 10.30 વાગ્યે મેડિકલ કોલેજના કર્મચારીઓને આ આગ (Jhansi Medical College Fire) ની જાણ કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે NIKU વોર્ડમાં બે યુનિટ છે, જેમાં ખૂબ જ ક્રિટિકલ હોય એવાં બાળકોને અંદર અને ઓછા ક્રિટિકલ હોય તેવાં બાળકોને બહાર રાખવામાં આવતા હોય છે. બહારના યુનિટમાં લગભગ જેટલાં બાળકો હતા તે તમામને બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ અંદરના યુનિટમાં દાખલ 10 બાળકોને બચાવવામાં નિષ્ફળતા મળી છે. આ મામલે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
નવજાત શિશુઓના મોતને કારણે રોકકળ
Jhansi Medical College Fire: દસ નવજાત શિશુઓના મોતને પગલે હોસ્પિટલ પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. વાલીઓ પણ બાળકોને બચાવવા આજીજી કરતા રહ્યા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર શુક્રવારે રાત્રે લગભગ પોણા અગિયાર વાગ્યે વોર્ડમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.