ઝાંસીની LLBની સ્ટુડન્ટ માટે પ્રેમભંગ જીવલેણ બન્યો
દાનિશ આરા નામની ૨૩ વર્ષની એક સ્ટુડન્ટે અરીસા પર I QUIT (આઇ ક્વિટ) લખીને મંગળવારે આત્મહત્યા કરી
ઉત્તર પ્રદેશના ઝાંસીમાં બૅચલર ઑફ લૉ (LLB)નો અભ્યાસ કરી રહેલી દાનિશ આરા નામની ૨૩ વર્ષની એક સ્ટુડન્ટે અરીસા પર I QUIT (આઇ ક્વિટ) લખીને મંગળવારે આત્મહત્યા કરી હતી. બુધવારે તેનો મૃતદેહ તેની રૂમમાંથી મળી આવ્યો હતો.
આ સ્ટુડન્ટના પરિવારજનોએ કહ્યું હતું કે ‘ચારથી પાંચ મહિના પહેલાં દાંતમાં પીડાના ઇલાજ વખતે તેની મુલાકાત ડેન્ટલ સર્જ્યન અસદ સાથે થઈ હતી અને તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. અસદે તેની સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો, પણ પછી બીજી છોકરી સાથે એન્ગેજમેન્ટ કરી લીધા હતા. અસદની બીજી છોકરી સાથે સગાઈના મુદ્દે વિરોધ નોંધાવતાં અસદના પરિવારે તેને સોમવારે બોલાવી હતી અને એક રૂમમાં બંધ કરી દીધી હતી. તેનો મોબાઇલ પણ લઈ લીધો હતો અને તેને મારવામાં પણ આવી હતી. આથી તે ઘરે આવી હતી અને રાત્રે તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.’

