જેટ ઍરવેઝ 2.0એ એના ૨૩૦ કર્મચારીઓને વેતન વિના રજા પર મોકલી દીધા છે,
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી ઃ જેટ ઍરવેઝ 2.0એ એના ૨૩૦ કર્મચારીઓને વેતન વિના રજા પર મોકલી દીધા છે, જ્યારે અન્ય કર્મચારીઓના વેતનમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે બહુ થોડા કર્મચારીઓને બિલકુલ જ અસર થઈ નથી. જેટ 2.0 ફરી આકાશને સ્પર્શે એ માટે ખૂબ પ્રતીક્ષા વચ્ચે આ પગલું ભરવામાં આવ્યું છે. નાદારીના કાયદા હેઠળ જેટની કાયાપલટ કરવા માટેની બિડ જીતનાર જલન કલરોક કન્સોર્ટિયમે ગઈ કાલે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને દાવો કર્યો હતો કે એ આ ઍરલાઇનને ફરી ધબકતી કરવા માટે કમિટેડ છીએ. જોકે સાથે જ મુશ્કેલ નિર્ણયોની ચેતવણી પણ આપી છે.