Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > JDU Leader KC Tyagi: ‘ઈન્ડિયા’ અલાયન્સે નીતિશ કુમારને આપી હતી પીએમ પદની ઑફર, પણ... 

JDU Leader KC Tyagi: ‘ઈન્ડિયા’ અલાયન્સે નીતિશ કુમારને આપી હતી પીએમ પદની ઑફર, પણ... 

Published : 08 June, 2024 01:55 PM | IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

JDU Leader KC Tyagi: નીતીશ કુમારને ઈન્ડિયા બ્લોક તરફથી વડાપ્રધાન બનવાની ઓફર આપવામાં આવી હતી, પરંતુ તેમણે તેનો ઈન્કાર કરી દીધો છે.

નીતિશ કુમારની ફાઇલ તસવીર

નીતિશ કુમારની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. કોંગ્રેસ અને અન્ય પક્ષોના ગેરવર્તણૂકને કારણે નીતિશ કુમારને એનડીએમાં પાછા ફરવું પડ્યું હતું
  2. ત્યાગીએ કહ્યું અમે એનડીએના મૂલ્યવાન ભાગીદાર છીએ
  3. જેડીયુને તેના સહયોગી એનડીએ અને ભાજપ તરફથી ઘણું સન્માન મળી રહ્યું છે

અત્યારે એક બિહારના મુખ્યપ્રધાન અને જનતા દળ (યુનાઈટેડ)ના વડા નીતિશ કુમારને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગઠબંધનમાં લાવવા માટે ઈન્ડિયા બ્લોક દ્વારા તેમને વડા પ્રધાનના પદની ઑફર આપવામાં આવી હતી. 


નીતિશ કુમારે ઓફરને ઠુકરાવી દીધી?



હા, નીતિશ કુમારે ઈન્ડિયા બ્લોકની પીએમ પદની ઑફર નકારી કાઢી હતી. આ વાતનો ખુલાસો કેસી ત્યાગી (JDU Leader KC Tyagi)એ એક ટીવી ચેનલના ખાસ ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. તેમણે આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, "નીતીશ કુમારને ઈન્ડિયા બ્લોક તરફથી વડાપ્રધાન બનવાની ઓફર આપવામાં આવી હતી. તેમને એવા લોકો તરફથી ઓફર મળી હતી જેમણે તેમને ઈન્ડિયા બ્લોકના કન્વીનર બનવા દીધા ન હતા. પરંતુ તેમણે તેનો ઈન્કાર કરી દીધો છે અને અમે નિશ્ચિતપણે એનડીએ સાથે છીએ."


કેસી ત્યાગીએ પોતાના એનડીએ પ્રત્યેના સમર્થન વિશે કહ્યું આ 

જેડીયુ નેતા કેસી ત્યાગી (JDU Leader KC Tyagi)એ એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ અને અન્ય પક્ષોના ગેરવર્તણૂકને કારણે નીતિશ કુમારને આ જાન્યુઆરીમાં એનડીએમાં પાછા ફરવાની ફરજ પડી હતી. તેણે કહ્યું કે હવે પાછળ જોવાનો સવાલ જ આવતો નથી. નીતીશ કુમાર ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી વખત આ વાત કહી ચૂક્યા છે. અમે એનડીએના મૂલ્યવાન ભાગીદાર છીએ અને અમે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરીશું.


નેતાનું નામ લીધા વગે કેસી ત્યાગીએ કરી આ વાત

JDU Leader KC Tyagi: ભારતીય જૂથ જેડી(યુ) અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) આ બને પક્ષ કે જેઓ ભાજપની આગેવાની હેઠળના એનડીએના સાથી છે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયા બ્લોકે એક્ઝિટ પોલને ખોટા સાબિત કરતાં 2024ની લોકસભા ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન કર્યું છે અને 543માંથી 234 બેઠકો જીતી લીધી છે. આ સાથે જ એનડીએ 293 બેઠકો પોતાને નામે કરી છે. જેમાં ભાજપની 240 સીટ છે. જએ બહુમતી આંકથી 32 સીટ ઓછી હતી. આ જ મુદ્દાને લઈને નીતિશ કુમારને કયા નેતાઓએ પીએમ પદની ઓફર કરી હતી એ જાણવા માટે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ જ પ્રશ્નના ઉત્તરમાં કેસી ત્યાગીએ કોઈનું નામ લેવાનો ઇનકાર કર્યો હતો. 

જેડીયુને મળી રહ્યું છે સન્માન

આ સાથે જ કેસી ત્યાગી (JDU Leader KC Tyagi)એ એમ પણ જણાવ્યું હતું કે નીતીશ કુમાર ઈન્ડિયા એલાયન્સના ઘટક પક્ષોને એકત્ર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. પરંતુ બાદમાં વિપરીત સંજોગોને કારણે તેમણે ઈન્ડિયા એલાયન્સ છોડીને NDAમાં જોડાવું પડ્યું હતું. હવે એનડીએ સાથે પાર્ટીનું સન્માન પુનઃસ્થાપિત થયું છે. નીતિશ કુમાર રાષ્ટ્રીય રાજકારણમાં ભાગીદાર બની ગયા છે. જેડીયુને તેના સહયોગી એનડીએ અને ભાજપ તરફથી ઘણું સન્માન મળી રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2024 01:55 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK