બીજેપીની આઇટી સેલના હેડ અમિત માલવિયાએ આ ઘટનાને ક્રિકેટ ડિપ્લોમસી ગણાવી હતી અને એ અસરકારક છે એવો દાવો પણ કર્યો હતો.
જયરામ રમેશ ફાઇલ તસવીર
ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની મૅચ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની એલ્બાનેશ સાથે મેદાનમાં ખુલ્લી કારમાં બેસીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ ઘટનાની કૉન્ગ્રેસે ટીકા કરતાં સ્વયંની પ્રશંસા કરવામાં તમામ હદને પાર કરવા સમાન ઘટના ગણાવી હતી. કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે ટ્વીટ કરતાં કહ્યું કે તમારા જીવનકાળ દરમ્યાન કોઈ સ્ટેડિયમને તમે તમારું નામ આપો છે. આ તો સ્વયંની પ્રશંસાની હદ થઈ ગઈ. બીજી તરફ બીજેપીની આઇટી સેલના હેડ અમિત માલવિયાએ આ ઘટનાને ક્રિકેટ ડિપ્લોમસી ગણાવી હતી અને એ અસરકારક છે એવો દાવો પણ કર્યો હતો.