રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોતે ચૂંટણી વર્ષમાં મોટી જાહેરાત કરી છે. રાજસ્થાનમાં 19 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં પહેલાથી 33 જિલ્લા હતા. હવે રાજસ્થાનમાં જ કુલ 53 જિલ્લા હશે.
અશોક ગેહલોત (ફાઈલ તસવીર)
રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોતે ચૂંટણી વર્ષમાં મોટી જાહેરાત કરી છે. રાજસ્થાનમાં 19 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં પહેલાથી 33 જિલ્લા હતા. હવે રાજસ્થાનમાં જ કુલ 53 જિલ્લા હશે. અહીં છેલ્લા કેટલાક દાયકાથી નવા જિલ્લા બનાવવાની માગ કરવામાં આવી રહી હતી. રાજસ્થાનમાં ત્રણ નવા સંભાગ એટલે કે ડિવીઝન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આની સાથે જ હવે રાજ્યમાં 10 ડિવીઝન હશે.
સીએમ સદનમાં નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરતા જણાવ્યું કે જયપુર ઉત્તર, જયપુર દક્ષિણ, જોધપુર પૂર્વ, જોધપુર પશ્ચિમ, કોટપુતલી, બહરોડ, ડીડવાના, દૂદૂ, સાંચૌર, ડીગ, શાહપુરા, કેકડી, સલૂંબર, અનૂપગઢ, બ્યાવર, બાલોતરા, ગંગાપુર સિટી, ફલૌદી, ખૈરથલ, નીમકથાના, બ્યાવર નવા જિલ્લા હશે. તો, બાંસવાડાં, સીકર અને પાલી નવા સંભાગ બનશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : Covid-19 : ભારતમાં આવશે કોરોનાની લહેર! ઝડપથી ફેલાય છે નવું સબ વેરિએન્ટ
રાજસ્થાનમાં છેલ્લા બે દાયકાથી નવા જિલ્લા બનાવવાની માગ થઈ રહી હતી. દર રાજનૈતિક દળના નેતા અને વિધેયક નવા જિલ્લાની માગ કરી રહ્યા હતા. ગેહલોતે લગભગ તે બધા વિસ્તારોને જિલ્લા બનાવવાની જાહેરાત કરવાની માગ થઈ રહી હતી. રાજસ્થાનમાં જિલ્લાની માગ મોટી રાજનૈતિક ડિમાન્ડ છે.