અપહરણકાર પાસેથી છોડાવવામાં આવેલા બાળકના કેસમાં અજબ ટ્વિસ્ટ : કિડનૅપરે કર્યો બાળકના સાચા પિતા હોવાનો દાવો, DNA ટેસ્ટ માટે પણ તૈયાર : પરિણીત કઝિન સાથેના સંબંધથી દીકરો જન્મ્યો હોવાનો દાવો
હૃદયસ્પર્શી
અપહરણકાર પાસેથી છોડાવવામાં આવેલા બાળકના કેસમાં અજબ ટ્વિસ્ટ : કિડનૅપરે કર્યો બાળકના સાચા પિતા હોવાનો દાવો, DNA ટેસ્ટ માટે પણ તૈયાર : પરિણીત કઝિન સાથેના સંબંધથી દીકરો જન્મ્યો હોવાનો દાવો: ફઈની દીકરીના પ્રેમમાં પાગલ થયેલા કૉન્સ્ટેબલે કઝિન સાથે લગ્ન ન થયાં તો નોકરી છોડી દીધી : ભિખારી બનીને રસ્તા પર રહ્યો, કઝિનને શોધી કાઢી, તેના પતિ સાથે મિત્રતા કેળવી અને તેના ઘર સુધી પહોંચી ગયો
જયપુરમાં બે દિવસ પહેલાં બનેલી હૃદયસ્પર્શી ઘટનામાં ૧૪ મહિનાથી અપહૃત બે વર્ષના છોકરા કુક્કુ ઉર્ફે પૃથ્વીને પોલીસે અપહરણકાર પાસેથી છોડાવ્યું તો તે ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડ્યો હતો. પોલીસે આ બાળકને તેની મમ્મીને સોંપ્યું હતું, પણ આ કહાનીમાં હવે અજબનો ટ્વિસ્ટ આવ્યો છે. હવે અપહરણકાર તનુજ ચાહરે દાવો કર્યો છે કે તે પૃથ્વીનો સાચો પિતા છે અને આ પુરવાર કરવા માટે તે DNA એટલે કે ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર છે. તનુજ ચાહર ઉત્તર પ્રદેશ પોલીસનો સસ્પેન્ડેડ હેડ કૉન્સ્ટેબલ છે.
ADVERTISEMENT
નિષ્ફળ પ્રેમકહાની
તનુજ ચાહર અને તેનાં ફઈની દીકરી એટલે કે તનુજની કઝિન વચ્ચે ઘણાં વર્ષોથી પ્રેમ હતો. જોકે આ પ્રેમકહાનીની જાણ પરિવારજનોને થઈ એટલે ગામમાં ખાપ-પંચાયત બેઠી અને આ પ્રેમકહાની આગળ વધશે તો પરિવારજની ઇજ્જત જશે એવું વિચારીને પરિવારે ગુપચુપ આ છોકરીનાં લગ્ન જયપુરમાં કરાવી દીધાં.
કઝિનને મેળવવા ભિખારી બની ગયો
કઝિનનાં લગ્ન થઈ ગયા બાદ તનુજ પાગલ જેવો થઈ ગયો અને તેણે પોલીસની નોકરી છોડી દીધી. કઝિનને શોધવા માટે તે ભિખારી બની ગયો અને જયપુર પહોંચી ગયો. એક વર્ષ સુધી તેણે મજૂરી કરી અને જયપુરની ફુટપાથ પર રાતો વિતાવી. જ્યારે તેને કઝિનનું ઍડ્રેસ મળી ગયું ત્યારે તેણે રાહતનો શ્વાસ લીધો.
કઝિનના પતિ સાથે દોસ્તી કરી
તનુજે તેની કઝિનના પતિ સાથે દોસ્તી કરી અને તેના ઘર સુધી પહોંચી ગયો.