સવારે 8.30 વાગ્યાથી રોકેટ લોન્ચ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. તેને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું
તસવીર સૌજન્ય: પીટીઆઈ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ISRO)એ 36 વનવેબ ઈન્ટરનેટ સેટેલાઈટને અવકાશમાં લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો છે. ભારતનું સૌથી ભારે પ્રક્ષેપણ રોકેટ, લોન્ચ વ્હીકલ માર્ક-III (LVM-III) લૉ અર્થ ઑર્બિટ (LEO)માં લોન્ચ કરવામાં આવ્યું હતું. સવારે 8.30 વાગ્યાથી રોકેટ લોન્ચ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. તેને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરીમાં SSLV-D2/EOS07 મિશનના સફળ પ્રક્ષેપણ બાદ 2023માં ISRO માટે આ બીજું પ્રક્ષેપણ છે.
બીજા લોન્ચ પેડ પરથી લોન્ચ
ADVERTISEMENT
ISROના SDSC-SHARના બીજા લોન્ચ પેડ પરથી સવારે 9 વાગ્યે પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. કાઉન્ટડાઉન દરમિયાન, રોકેટ અને સેટેલાઇટ સિસ્ટમની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ રોકેટ છોડવામાં આવ્યું હતું. આ ભારતીય રોકેટ LVM3, 43.5 મીટર ઊંચું અને 643 ટન વજનનું છે, જે શ્રીહરિકોટા ખાતેના રોકેટ પોર્ટના બીજા લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. 5,805 કિગ્રા વજનનું આ રોકેટ બ્રિટન (યુકે) સ્થિત નેટવર્ક એક્સેસ એસોસિએટેડ લિમિટેડ (વનવેબ)ના 36 ઉપગ્રહોને અવકાશમાં લઈ ગયું છે. આ લૉ અર્થ ઑર્બિટ (LEO)માં ઉપગ્રહોની પ્રથમ પેઢી પૂર્ણ કરશે. લૉ અર્થ ઑર્બિટ એ પૃથ્વીની સૌથી નીચી ભ્રમણકક્ષા છે.
#WATCH | Andhra Pradesh: The Indian Space Research Organisation (ISRO) launches India’s largest LVM3 rocket carrying 36 satellites from Sriharikota
— ANI (@ANI) March 26, 2023
(Source: ISRO) pic.twitter.com/jBC5bVvmTy
ત્રણ તબક્કાનું રોકેટ
LVM3 એ ત્રણ તબક્કાનું રોકેટ છે, જેમાં પ્રથમ તબક્કો પ્રવાહી બળતણ દ્વારા સંચાલિત છે, ઘન બળતણ દ્વારા સંચાલિત બે સ્ટ્રેપ-ઑન મોટર્સ છે. તો બીજો તબક્કો પ્રવાહી બળતણ અને ક્રાયોજેનિક એન્જિન દ્વારા સંચાલિત છે. ઈસરોના ભારે રોકેટમાં 10 ટન ALEO અને ચાર ટન જીઓ ટ્રાન્સફર ઑર્બિટ (GTO) સુધી લઈ જવાની ક્ષમતા છે. રોકેટ મિશનને ISRO દ્વારા LVM3-M3/OneWeb India-2 મિશન નામ આપવામાં આવ્યું છે. રોકેટ લોન્ચ થયાના બરાબર 19 મિનિટ બાદ, ઉપગ્રહોને અલગ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. 36 ઉપગ્રહો જુદા-જુદા તબક્કામાં અલગ થયા હતા.
આ પણ વાંચો: મારું નામ સાવરકર નથી, ગાંધી છે; ગાંધી કોઈની માફી માગતો નથી
એરટેલ એટલે કે ભારતી એન્ટરપ્રાઇઝ બ્રિટિશ સ્ટાર્ટઅપ કંપની વનવેબમાં પણ શેરહોલ્ડર છે. ઈસરોની વનવેબ સાથે બે ડીલ છે, જેમાંથી એક ગયા વર્ષે કરવામાં આવી હતી. આ રોકેટમાં બીજી વખત ખાનગી કંપનીનો સેટેલાઇટ લઈ જવામાં આવી રહ્યો છે અને તેની સફળતાનો દર 100 ટકા રહ્યો છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં પણ ઈસરોએ LVM3 રોકેટ વડે વનબેઝના 36 ઉપગ્રહો લોન્ચ કર્યા હતા. આ સફળ અભિયાન વિશ્વના દરેક ભાગમાં સ્પેસ બેઝ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પ્લાનમાં મદદ કરશે.